તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગવું આયોજન:ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 લાખના ખર્ચે નિર્માણ પામ્યો 150 લીટર પ્રતિ મિનિટની ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓકસીજન પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 લાખના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યો હતો. જે કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે આગુવ આયોજન કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે હવે આપણે કોરોનાની મહામારીથી બહાર નીકળી રહ્યા છીએ, ગઈકાલે 70 જેટલા કેસો આવ્યા છ. જે ભૂતકાળમાં 14 હજાર જેટલા થઈ ગયા હતા, એ ગૌરવ સાથે કહ્યું કે દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોક ડાઉન કર્યા વિના આપણે કોરોના પર નિયંત્રણ લાવી શક્યા છીએ.

રૂપાણીએ જણાવ્યું કે કોરોનાની સમભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં 1800 મે. ટન ઓક્સિજન પેદા કરવાના આયોજન સાથે 300 પ્લાન્ટ રાજ્યમાં ઊભા કરાશે, તેમાંથી 175 તો તૈયાર પણ થઈ ગયા છે, આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાતના સમયે 80 ગામના લોકોને લાભ મળશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં 8 લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે, રિકવરી રેટ પણ 98 ટકા પહોંચી ગયો છેય ગુજરાતે કોરોના સામે સફળતા પૂર્વક નિયંત્રણ કરીને દેશને એક મોડલ પૂરું પાડ્યું છે. આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ આમ છતાં જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ.

આ પ્રસંગે ધારાસભ્ય આત્મારામ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ નીતાબહેન, નગરપાલિકા પ્રમુખ હર્ષા બહેન, પ્લાન્ટના દાતા સુનીથ.ડી.સિલ્વા, જિલ્લા કલેકટર સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેન હરિજીવન સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...