રોષ:બોટાદમાં રેલવે કોલોનીમાં 90 વર્ષ જુનું મંદિર તોડી નખાતા ભારે રોષ

બોટાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ રેલ્વે કોલોની પાસે આવેલ રેલ્વે કર્મચારીઓના પરિવારનાં આસ્થાના પ્રતિક સમાન આશરે 90 વર્ષ જુનું મહાકાળીમાનું મંદિર સ્થાનિક રેલ્વેનાં ઈ.એન. અધિકારી અને આઈ.ઓ.ડબલ્યુ ઓફીસનાં કર્મચારી દ્વારા કોઇપણ પ્રકારની નોટીસ આપ્યા વિના તોડી નાખતા વિશ્વ હિન્દુ પરિષદ અને રેલ્વે કોલોનીનાં રહિશોમાં રેલ્વે તંત્ર વિરૂદ્ધ રોષ ફેલાયો છે અને આ મંદિર ફરીથી બનાવી આપવા માટે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલ્વે ચર્ચગેઇટ મુંબઈ ખાતે રજૂઆત કરવામાં આવી છે.

બોટાદમાં રેલ્વે કોલોની પાસે આવેલ મહાકાળી માતાજીનું વર્ષો પુરાણું મંદીર રેલ્વે સત્તાવાળાઓએ કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વિના તોડી નાખ્યું છે. આ મંદીર કોઈને નડતર રૂપ ન હોવા છતાં તોડી નાખવામાં આવ્યું છે. આ મંદીરમાં ચોમાસામાં પાણી ભરાતું હતું એટલે સ્થાનિક રેલ્વે પરિવારો તથા બાળકોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી 2 ફૂટ ઊંચું કરવાનું નક્કી કર્યું છે અને તેનો જીર્ણોધ્ધાર કરતા હતા.રેલ્વે કર્મચારીઓ તથા બોટાદની જનતાનું આસ્થાનું પ્રતિક છે.આ મંદિરે કાઢીને અહી કચરા પેટી મુકવી છે તેવું કહેતા હોવાથી લોકોમાં અને વિશ્વ હિન્દુ પરિષદમાં રેલ્વે તંત્ર સામે રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...