બળવાખોર ફરી ભાજપમાં:બોટાદ નગરપાલિકામાં બળવો કરનારા 18 સભ્યોમાંથી 12 પૂર્વ સભ્યોને ભાજપમાં પરત લેવાયા

બોટાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ નગરપાલિકામાં કુલ 44 માંથી 40 સીટો પર ભારતીય જનતા પાર્ટીની સતા હતી. પરંતુ આંતરિક જૂથવાદના કારણે તમામ હોદેદારો અને પ્રમુખનું રાજીનામું પળ્યું હતું. ભાજપની સૂચના બાદ આપ્યા બાદ નવા પ્રમુખની વર્ણીને લઈ પક્ષ દ્વારા આપવામાં આવેલા મેન્ડેડ સામે અલ્પાબાળા સાબવા દ્વારા સામે પ્રમુખ તરીકે બળવો કરી ફોર્મ ભરતા તેના સમર્થનમાં 18 સભ્યો આવતા અલ્પાબાળા સાબવા નગરપાલિકાના પ્રમુખ બનેલા હતા. જેને લઈ ભાજપ પક્ષ દ્વારા બળવાખોર પ્રમુખના સમર્થનમાં મત આપનારા તમામ 18 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા અને નગરપાલિકા સુપર સિડ કરવામાં આવેલા છે.

બોટાદ નગરપાલિકામાં બળવો કરનારા 18 માંથી 12 પૂર્વ સભ્યોને પૂર્વ ધારાસભ્ય ડૉ.ટી.ડી.માણિયા, શહેર ભાજપ પ્રમુખ ચંદુ સાવલિયાની હાજરીમાં ભાજપમાં આજે પરત લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...