સહાય કેમ્પનું આયોજન કરાયું:બોટાદમાં પાળીયાદ ખાતે વિવિધ યોજના અંતર્ગત કેમ્પનું આયોજન; જેમાં ગામ લોકોએ લાભ લીધો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતના સહિયારા પ્રયાસથી પાળીયાદ ખાતે સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પાળીયાદ તેમજ બાબરકોટ ગામના ગ્રામજનોએ આ કેમ્પમાં યોજનાનો લાભ લીધો હતો.

ગ્રામજનોએ આ સહાય કેમ્પનો લાભ લીધો
બોટાદ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતના સહિયારા પ્રયાસથી પાળીયાદ ખાતે સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં ખેતીની જમીનની વારસાઈ નોંધ, વિધવા સહાય, વૃદ્ધ સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંભ સહાય જેવી વિવિધ યોજનાઓની સેવાઓ સ્થળ પર આપવામાં આવી હતી. જે સેવાઓમાં સ્થળ પર અધિકારીઓ દ્વારા ગ્રામજનોને મોટા પ્રમાણમાં રાહત મળે તે પ્રમાણે સંપૂર્ણ આયોજન કર્યું હતું. જેમાં પાળીયાદ તેમજ બાબરકોટના ગ્રામજનોએ આ સહાય કેમ્પનો લાભ લીધો હતો.

કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી
મામલતદાર કચેરી બોટાદ તેમજ તાલુકા પંચાયત બોટાદ દ્વારા યોજાયેલા સહાય કેમ્પમાં નાયબ મામલતદાર પુરવઠા વિભાગ ડી.જે. પરમાર, પાળીયાદ ગ્રામ પંચાયત તલાટી મંત્રી નરેશ વાઘેલા, બાબરકોટ ગ્રામ પંચાયત તલાટી મંત્રી અશ્વિન ચૌહાણ, રેવન્યુ તલાટી પૂજા દવે અને કનુ ડી. ખાચર સામાજિક આગેવાન દ્વારા કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...