• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Organizing A Meeting With The Local Candidate Under The Leadership Of The Congress President; If An Imported Candidate Comes, The Threat Of Resignation

બોટાદ કોંગ્રેસમાં કલેશ:કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં સ્થાનિક ઉમેદવારની માગને લઈ બેઠકનું આયોજન; આયાતી ઉમેદવાર આવશે તો, રાજીનામાની ચીમકી

બોટાદ24 દિવસ પહેલા

બોટાદ જિલ્લા કોંગ્રેસમાં ઉમેદવારના નામની જાહેરાત પહેલા કકળાટ શરૂ થયો. જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રદેશ કક્ષાએ અવારનવાર સ્થાનિક ઉમેદવારને લઈ રજૂઆત કરાય છે. જો પક્ષ દ્વારા આયાતી ઉમેદવાર મૂકવામાં આવશે તો, 700 જેટલા આગેવાનો તેમજ કાર્યકરો રાજીનામા આપશે. જે બાબતની ચર્ચા સાથે શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા બેઠક પર ઉમેદવારોની પસંદગી સાથે જાહેરાતો કરવામાં આવે છે. ત્યારે અલગ અલગ પક્ષોમાં ઉમેદવારોની જાહેરાત થયા બાદ અથવા તો જાહેરાત પહેલા પક્ષના કાર્યકરોમાં રોષ જોવા મળે છે. તેવી જ સ્થિતિ હાલ બોટાદ જિલ્લામાં કોંગ્રેસ પક્ષની જોવા મળી છે. બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વના કાર્યકરો સાથે શહેર કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં તત્કાલ એક બેઠક બોલાવવામાં આવી હતી. જે બેઠકમાં બોટાદ જિલ્લાની 107 વિધાનસભા તેમજ 106 વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારને લઈ વારંવાર પ્રદેશ કોંગ્રેસ સુધી રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં જો કોંગ્રેસ પક્ષ દ્વારા આયાતી ઉમેદવાર જાહેર કરવામાં આવશે. તો, 700 જેટલા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો રાજીનામા આપશે. તે પ્રમાણેની ચીમકી બોટાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આપવામાં આવી.

બોટાદ 107 વિધાનસભા બેઠક તેમજ 106 વિધાનસભા બેઠક પર અગાઉ આયાતી ઉમેદવારો કોંગ્રેસ પક્ષ દ્વારા મૂકવામાં આવ્યા હતા. જેના કારણે તેમની હાર પણ થઈ તેમજ કોંગ્રેસ આગેવાનોને એ વાતનો પણ રોષ છે કે, આયાતી ઉમેદવાર ચૂંટણી લડ્યા બાદ અહીં દેખાતા નથી. જેના કારણે જો સ્થાનિક ઉમેદવાર હોય તો, અહીં હાજર રહી શકે. જેને લઇ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...