આયોજન:ગઢડા ખાતે આરોગ્ય સેવા અને જાણકારી માટે મેળાનું આયોજન

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી 22 એપ્રિલ સુધી આરોગ્ય મેળાનું આયોજન કરાયું

રાજ્યમાં ઠેર ઠેર આરોગ્ય મેળાનું આયોજન સરકાર દ્વારા કરાઈ રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લાનો તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો ગઢડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે 18 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી આરોગ્ય મેળાનું આયોજન સરકાર દ્વારા કરાયું છે, જેનો ઉપયોગ છેવાડાના માનવીઓને આરોગ્યની સેવા મળી રહે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા યોજનાઓની જાણકારી પ્રાપ્ત થાય તેમજ વિના મૂલ્યે આરોગ્યની સેવાઓનો લાભ મળી રહે તે માટે આરોગ્ય મેળાઓ યોજવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. નાના – મોટા ખર્ચાળ ઓપરેશનો વિનામૂલ્યે થાય તે માટે આરોગ્યલક્ષી યોજનાઓ મુકી છે. જેમાં PM-JAY યોજના થકી વિનામૂલ્યે દર્દીઓ સારવાર મેળવી શકે છે.

રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્ય વિશે જાણકારી મળી રહે સમયસર તેની સારવાર થઈ શકે તે માટે પણ અનેક જન જાગૃતિ કાર્યક્રમો સરકાર દ્વારા યોજવામાં આવે છે તેમ વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ધીરૂભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ પી. બી. પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વાલજીભાઈ, ગ્રામપંચાયત તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્યો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...