વર્ષ 2022-23 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અન્વયે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, બોટાદ દ્વારા સીનિયર સીટીઝન (60 વર્ષથી ઉપર)નાં મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. જે અંતર્ગત એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, રસ્સાખેંચ સહિતની સ્પર્ધાઓ યોજાશે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતા મહિલા ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાલુકા સેવા સદન, બી-વીંગ, ત્રીજો માળ, ઓફીસ નં.4, પાળીયાદ રોડ, બોટાદ ખાતેથી ફોર્મ મેળવી લેવાના રહેંશે. તા. 10/03/2023 સુધીમાં આ ફોર્મ ભરી જમા કરાવવાના રહેશે. ભાગ લેનારા ખેલાડીઓની એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર 9574747422 ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.