ભવ્ય તિરંગા યાત્રા:બોટાદ BJP આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન; મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો

બોટાદ2 મહિનો પહેલા

બોટાદ માર્કેટીગ યાર્ડ ખાતેથી ધારાસભ્ય સૌરભ પટેલના અધ્યક્ષસ્થાનેથી ભવ્ય ત્રિરંગા નીકળી હતી .શહેરના મુખ્ય માર્ગો ઉપર ત્રણ કિલોમીટર લાંબી નીકળી યાત્રા .સ્કુલના બાળકો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

ત્રણ કિમી લાંબી યાત્રા નીકાળવામાં આવી
આઝાદીના અમૃતકાળમાં ભારતના નાગરિકોમાં વધુમાં વધુ રાષ્ટ્રભાવના જાગૃત થાય, દેશ રાષ્ટ્ર ભક્તિમય બને તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં આગામી તા. 13 થી 15 ઓગસ્ટ 2022 દરમિયાન હર ઘર ત્રિરંગા અભિયાન યોજાનાર છે. જેના ભાગ રૂપે બોટાદ બોટાદ મત વિસ્તારના ધારાસભ્ય સૌરભ પટેલ ,જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા અને અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં માર્કેટીગ થી ભવ્ય ડી.જે ના તાલે ત્રિરંગા નીકળી હતી .જેમાં બોટાદ શહેરના અલગ અલગ સ્કુલના હજારોની સખ્યામાં બાળકો હાથમાં ત્રિરંગા સાથે જોડાયા હતા .શહેરના મુખ્ય માર્ગો ઉપર આ ત્રિરંગાયાત્રા નીકળી હતી ત્યારે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુજી ઉઠ્યું હતું. અંદાજે ત્રણ કિલોમીટર લાંબી આ યાત્રા નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...