બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર મુકેશ વાઘેલા તેમજ નગરપાલિકા વહીવટદાર પ્રાંત અધિકારી દિપક સતાણી દ્વારા વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાની ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં રિક્ષા ડ્રાઈવર પાસે લાઈસન્સ, વીમો, પી.યુ.સી.સહિતના અન્ય જરૂરી રિક્ષાના ડોક્યુમેન્ટ તેમજ કોઈ ગુનો છે કે કેમ તે બાબતની સંપૂર્ણ તપાસ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવી હતી. ત્રણ દિવસના કેમ્પમાં રિક્ષા ડ્રાઈવર દ્વારા આપવામાં આવેલ ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. જો જરૂરી ડોક્યુમેન્ટ પૂરતા પ્રમાણમાં નહીં હોય તો ડ્રાઈવ બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં કરવામાં આવશે. તે કાર્યવાહી અધિકારી દ્વારા કરવામાં આવશે. ટ્રાફિક તેમજ આર.ટી.ઓ.ના અધિકારી દ્વારા આ જણાવવામાં આવ્યું હતું.
રિક્ષાની આ ડ્રાઈવના કારણે જે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં ફાયદો થાય છે. અનઅધિકૃત રીતે વગર ડોક્યુમેન્ટ ચાલતી રિક્ષા બંધ થશે. તેમજ મુસાફરોની સલામતી સાથે કોઈ ક્રિમિનલ રિક્ષા ચાલક હોય તો તે બાબતે પણ સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. મુસાફરની સલામતી તેમજ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય તેવા ઉમદા હેતુ સાથે બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે પ્રથમ દિવસે તારીખ ફોર્મ તેમજ માહિતી આપવાની કામગીરી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી. જે આવતી કાલે પણ ચાલુ રહેશે. 24 માર્ચના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ક્ષતિવાળી રિક્ષા પર કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેને લઈ આજે રિક્ષા ચાલકો સવારે 9 વાગ્યાથી જ સ્થળ પર પહોંચી ફોર્મ અને વિગત મેળવવા પહોંચી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.