• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Only Outside Pressure Removal Operation By Botad Municipality; Questions Were Raised As To Why No Work Was Done On Large Illegal Constructions

દબાણ હટાવ કામગીરી શરૂ:બોટાદ પાલિકા દ્વારા માત્ર દુકાન બહારના દબાણ હટાવવાની કામગીરી; મોટા ગેરકાયદેસર બાંધકામમાં કોઈ કામગીરી કેમ નહિ તેવા સવાલો ઉભા થયા

બોટાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાનું કામ શરૂ કરાયું હતું. બોટાદ શહેરની શાક માર્કેટ સહિત મુખ્ય માર્ગ પર દુકાન બહાર મંડપ કે ઓટલા કરી ટ્રાફિકની સમસ્યા સર્જાય તેવી સ્થિતિ વચ્ચેનું ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરીથી લોકોને રાહત મળશે. બોટાદ નગરપાલિકા દ્વારા અગાઉ પણ આ જ રીતે શહેરના મુખ્ય માર્ગ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

નગરપાલિકાની વ્હાલા-દવલાની નીતિ.
બોટાદ નગરપાલિકા દ્વારા માત્ર સામાન્ય કહી શકાય તે પ્રમાણેના દબાણ જેવા કે, દુકાન બહાર મંડપ કે દુકાન બહાર ઓટલા જે ચોક્કસથી દબાણ છે તે દૂર કરવું જ જોઈએ. પણ સરકારની ગાઈડલાઈન મુજબ પાર્કિંગવાળા શોપિંગ, સહિત અન્ય એવા જે ગેરકાયદેસર બાંધકામ હોય તે કેમ તંત્રને નજરમાં નથી આવતું? આવા અનેક સવાલો વચ્ચે નાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. જો નિયમથી જ કામ થતું હોય તો સારી બાબત છે, પણ વ્હાલા-દવલાની નીતિ સાથે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે. તો તે બાબત ગેરવ્યાજબી છે. જેને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે નગરપાલિકા વ્હાલા-દવલાની નીતિ સાથે નહિં પણ પ્રમાણિક પણે કામગીરી કરે તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...