• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Only 1 Teacher In 10 Schools, 49 Government Secondary Schools In Botad District Not Functioning Despite Presentation On Shortage Of Teachers

નારાજગી:10 શાળામાં માત્ર 1 શિક્ષક, બોટાદ જિલ્લામાં 49 સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે રજૂઆત છતાં કામગીરી નહીં

બોટાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી શાળાનું બીજુ સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લામાં 49 સરકારી માધ્યમિક શાળાઓ
  • ​​​​​બરવાળામાં 6, રાણપુરમાં 10, ગઢડામાં 18 અને બોટાદ તાલુકામાં 15 સરકારી માધ્યમિક શાળાઓ
  • આ 10 શાળામાં ધોરણ 9 અને 10માં ​​​​​​​ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શુ ?

રાજ્યમાં આજ તા.22 નવેમ્બર 2021ને સોમવારથી શાળાઓનુ બીજુ સત્ર શરૂ થઇ રહ્યુ છે બોટાદ જિલ્લામાં કુલ 49 સરકારી માધ્યમિક શાળાઓ છે. આ 49 માધ્યમિક શાળાઓમાંથી જિલ્લાની 10 માધ્યમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીના ભવિષ્યનુ શું ? આ શાળામાં શિક્ષકોની નિમણુંક કરવા માટે ગામના સરપંચો અને આગેવાનો દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી છે તેમ છતા હજી સુધી પરિણામ મળ્યુ નથી તેથી વાલીઓમાં નારાજગી જોવા મળે છે.

બોટાદ જિલ્લામાં 49 માધ્યમિક શાળાઓ છે. જેમા બરવાળા તાલુકામાં 06, રાણપુર તાલુકામાં 10, ગઢડા તાલુકામાં 18 અને બોટાદ તાલુકામાં 15 સરકારી માધ્યમિક શાળાઓ છે. જેમાંથી આ ચાર તાલુકાની 10 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓના ભવિષ્યનુ શું ? એક શિક્ષક કેટલા વર્ગો લે ? અને આ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનુ શિક્ષણ કાર્ય કેવુ હશે ?

આ શિક્ષકોની ઘટ અંગે ગામના સરપંચો અને આગેવાનો દ્વારા તંત્રને શાળામા શિક્ષકોની ભરતી કરવા અંગે વારંવાર રજુઆત કરવા છતા શિક્ષકો ભરવામાં આવતા નથી તો તાત્કાલિક ધોરણે શિક્ષકોની નિમણુંક કરવામાં આવે જેથી કરી પાયાના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનુ ભવિષ્ય ન બગડે તેમ વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

ગામની સ્કૂલમાં શિક્ષક નથી જ્યારે બહાર ગામની શાળામાં એડમિશન મળતા નથી
અમારા ગામની માધ્યમિક શાળામા ધોરણ 9 અને 10મા 130 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે પરંતુ શિક્ષકોની ઘટના લીધે આ શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. ગામની સ્કૂલમા શિક્ષકો નથી જ્યારે બાજુના ગામની શાળામા એડમીશન આપતા નથી તેથી વિદ્યાર્થીના શિક્ષણ ઉપર માઠી અસર પડે છે આ વિદ્યાર્થીને યોગ્ય શિક્ષણ મળે તે માટે તંત્રને શિક્ષકો પુરા પાડવા માટે વારંવાર રજુઆત કરી છે તેમ છતા હજી સુધી શિક્ષકો મળ્યા નથી. - ચંદુભાઇ રાઠોડ, સરપંચ જુના નાવડા

વિષયને અનુકુશ શિક્ષકની પણ ઘટ હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં
બોટાદ જિલ્લામાં કુલ 49 સરકારી માધ્યમિક શાળાઓ છે જેમા બોટાદ તાલુકાના ભાંભણગામ, બરવાળા તાલુકાના કુંડળ અને ઢાઢોદર, રાણપુર તાલુકાના બુબાવાવ અને માલણપુર તેમજ ગઢડા તાલુકાના રોજમાળ, લીંબાળી, મોટીકુંડળ, જનડા અને ગઢડા મળી જિલ્લાના કુલ 10 ગામની માધ્યમિક શાળાઓમા માત્ર એક એક જ શિક્ષક છે. તેમજ ઘણા ગામડાઓમા શાળામા વિષયને અનુકુળ શિક્ષકોની પણ ઘટ છે જેના લીધે વિદ્યાર્થીઓનુ ભવિષ્ય બગડી રહ્યુ છે. - રમેશભાઇ કે.શિલુ, વિરોધપક્ષ નેતા જિલ્લા પંચાયત બોટાદ

પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા રજૂઆત કરી છે
જિલ્લામા ઘટતા શિક્ષકો માટે અમે સ્ટેટમા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માટે રજુઆત કરી છે. સ્ટેટમાથી શિક્ષકોની ભરતી કરવાની સુચના મળે ત્યારબાદ પ્રવાસી શિક્ષકો લેવાની કામગીરી શરૂ કરી જિલ્લામા ઘટતા શિક્ષકોની પુર્તતા કરવામા આવશે.- ધારાબેન પટેલ, જિલ્લા શિક્ષણાઅધિકારી બોટાદ

જિલ્લાની સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકો પુરતા ન હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્યનુ શું ?
બોટાદ જિલ્લામા ચાલતી મોટા ભાગની સરકારી માધ્યમિક શાળાઓમા શિક્ષકોની ઘટ છે જેના લીધે આ શાળામા ધોરણ 9 અને 10મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનુ ભવિષ્ય બગડી રહ્યુ છે જિલ્લાની 10 સ્કૂલોમા માત્ર એક્ જ શિક્ષક છે જ્યારે ઘણી સ્કૂલોમા શિક્ષકો છે પરંતુ વિષય મુજબના શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓ યોગ્ય શિક્ષણથી વંચિત રહે છે

અન્ય સમાચારો પણ છે...