અકસ્માત:ધંધુકાના રોજકા ગામ પાસે કાર ગુલાટ મારી જતા એકનું મોત

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલટી ગઇ

ધંધુકા તાલુકાના રોજકા ગામ પાસે કાર ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા કાર ગુલાટ મારી જતા કાર ચાલક ધર્મેન્દ્રસિંહ ભાઈસાબભાઈ ચુડાસમાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે લઇ જતા રસ્તામાં મોત નીપજયું હતું. ધોલેરા તાલુકાના કાદિપુર ગામના ધર્મેન્દ્રસિંહ ભાઈસાબભાઈ તા.15/5/22 નાં રોજ રાત્રે 7.30 કલાકે કાર ગાડી નં. જી.જે. 38 બી.એ. 8644 લઇને ધંધુકાથી રોજકા ગામ બાજુ જતા હતા તે દરમિયાન રોજકા ગામથી એકાદ કિલોમીટર દૂર હતા તે દરમિયાન ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા કાર ગુલાટ મારી રોડની સાઈડમાં ખેતરમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કારચાલક ધર્મેન્દ્રસિંહ ચુડાસમા (ઉ.વર્ષ. 52)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા મોત નીપજયું હતું. આ બનાવની જાણ થતા ધંધુકા 108 ને એમ્બ્યુલન્સને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યા ફરજપરના ડોકટરે મૃત જાહેર કરતા પી.એમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે શક્તિસિંહ નટુભા ચુડાસમાએ ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...