તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધોલેરા ચાંદની હોટલ પાસે બાઇકને અકસ્માતમાં 1 યુવતીનુંમોત નીપજ્યું

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક મહિલા અને યુવક ઇજાગ્રસ્ત, યુવતીને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાય તે પહેલા મોત

ધોલેરા નજીક આવેલી ચાંદલી હોટલ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાર્યો હતો આ અકસ્માતમાં 18 વર્ષની યુવતિને ગંભીર ઇજાઓ પહોચતા મોત નિપજ્યંુ હતું. જ્યારે એક મહિલા અને એક યુવકને ગંભીર ઇજાઓ પહોચતા ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.

બનાવ અંગે મળતી માહિતી મુજબ ધોલેરા પાસે આવેલી ચાંદની હોટલ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાઇક પર સવાર સંજનાબેન તુષારભાઇ રાવલ (ઉ.વ. 18), તુષારભાઇ સુરેશભાઇ રાવલ (ઉ.વ. 20) અને સવિતાબેન સુરેશભાઇ રાવલ (ઉ.વ. 42)ને ઇજાઓ પહોચી હતી.

અકસ્માતની જાણ ધોલેરા 108 એમ્બ્યુલ્સના ડ્રાઇવર આદમભાઇ વોરા અને ઇ.એમ.ટી. હિંમતભાઇ બારૈયા અને ધંધુકા `108 એમ્બ્યુલ્સના ડ્રાઇવર વનરાજસિંહ વાળા અને એમ.એમ.ટી. અશોકભાઇ જમોડને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ઇજાગ્રસ્તોને સૌ પ્રથમ ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર ખસેડવામા આવ્યા હતા. ધંધુકા રેફરલ હોસ્પિટલમાથી ઇજાગ્રસ્ત સંજનાબેનને તુષારભાઇ રાવલને વધુ સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલમા લઇ જતા વધુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...