તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જોટીંગડાથી ભાંભણ જવાના માર્ગ પર બોટાદ SOGએ દેશી જામગરી સાથે 1 શખ્સને ઝડપી લીધો

બોટાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદ એસ.ઓ.જી.ટીમે પૂર્વ બાતમીના આધારે જોટીંગડાથી ભાંભણ જવાના કાચા માર્ગે વોચ ગોઠવી ફાયર આર્મ્સ દેશી બનાવટની જામગરી સાથે એક સખ્સને ઝડપી રૂ.3000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને અસરકારક કામગીરી કરવા માટે એ.ટી.એસ. ચાર્ટર લગતી કામગીરી કરવામાં આવે છે તે અંતર્ગત પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી, એસ.ઓ.જી. શાખાના ગોવિંદભાઇ કાળુભાઇ, ભગીરથભાઇ જોરૂભાઇ, શિવરાજભાઇ નકુભાઇ, રાજેશભાઇ ચતુરભાઇ અને પેરોલ ફર્લો સ્કોડના જયેશભાઇ ગભરૂભાઇ વગેરે તા.4ના રોજ કચેરીએ હાજર હતા.

તે દરમિયાન એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતા જયેશભાઈ ગભરુભાઈ ધાંધલ અને ભગીરથભાઇ જોરૂભાઇ બોરીચા નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકીકત મળેલ હતી કે બોટાદ તાલુકાના જોટીંગડા થી ભાંભણ જવાના કાચા માર્ગ ઉપર એક ઈસમ દેશી હાથ બનાવટની જામગરી લઈ ઊભો છે તેવી બાતમી મળતા એસ. ઓ. જી. સ્ટાફ સાથે લઈ બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં મુળ વિરમગામનો રહેવાસી શૈલેશભાઈ રમેશભાઈ મેર, (ઉ. વ. 23, હાલ રહે, ઉગામેડી, તા.ગઢડા) પોતાની પાસે દેશી હાથ બનાવટની જામગરી કી.રૂ. 3000નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી બોટાદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો