• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • On The Second Saturday Of The Month Of Shravan At Salangpur, Hanuman Dada Was Decorated With Chocolates, The Devotees Felt Blessed To Have Darshan.

દાદાને દિવ્ય શણગાર:સાળંગપુર ખાતે શ્રાવણ મહિનાના બીજા શનિવારે હનુમાનદાદાને ચોકલેટનો શણગાર કરાયો, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

બોટાદ2 દિવસ પહેલા
  • ચોકલેટના શણગાર વચ્ચે દાદાના અલૌકિક દર્શન જોવા મળતાં હરિ ભક્તોએ ધન્યતા અનુભવી

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રવણ મહિનાના બીજા શનિવારે દાદાને ચોકલેટનો ભવ્ય અન્નકુટ ધરવામાં આવ્યો હતો. આ ભવ્ય ચોકલેટના અન્નકૂટના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

અલૌકિક દર્શન જોવા મળતાં હરિ ભક્તોએ પણ ધન્યતા અનુભવી
બોટાદ જિલ્લાના વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાના આ ધામમાં ખૂબ મોટી સંખ્યામાં હરિ ભક્તો આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે મંદિર વિભાગ દ્વારા આખા શ્રાવણ માસના શનિવારના દિવસે અલગ અલગ અન્નકૂટ ધરવાનું આયોજન કરવામાં આવે છે. જેને લઈને આજે શ્રાવણ મહિનાનો બીજો શનિવાર હોવાથી હનુમાનજી દાદાને અલગ અલગ પ્રકારની ચોકલેટનો શણગાર અને અન્નકૂટ દાદાને ધરવામાં આવ્યો હતો. ચોકલેટના શણગાર વચ્ચે દાદાના અલૌકિક દર્શન જોવા મળતાં હરિ ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...