તરઘરા ગામે મોગલધામના પાવન પરિસરમાં મોગલ મા, રાજરાજેશ્વરી શ્રી મેલડી મા, શ્રી અંબાજી મા અને દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પંચાયતની મૂર્તિ પ્રતિષ્ઠાનો સપ્ત દિવસીય ભવ્ય મહોત્સવનો 2 મેથી પ્રારંભ કરાયો છે. મહોત્સવના દ્વિતીય દિવસે ભક્તોનું મહેરામણ ઊમટી પડ્યું હતું. મોગલધામમાં તા. 2 મેથી 8 મે સુધી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શતચંડી મહાયજ્ઞ અને દેવીયાણ કથા તથા ધર્મસભાનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે.
મહોત્સવના બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દેવીયાણ કથાનો લાભ લીધો હતો. કથાનું રસપાન અનુભા જામંગ વ્યાસપીઠ પરજી રસપાન કરાવી રહ્યા છે. ભાયલા મોગલધામના ટ્રસ્ટી દિલીપસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં દર્શન, સત્સંગ અને આશીર્વચનનો લાભ લેવા આઇ શ્રી દક્ષાબા અને સમસ્ત મોગલધામ પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.