તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેત્રોજ પોલીસની ટીમે સુવાળા ગામે છાપો મારી જુગાર રમતા પાંચ શખ્સોને ₹10 630ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વિરમગામ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ડૉ, લવીના સિંન્હા (ASP)ના સીધા માર્ગદર્શન હેઠળ વિરમગામ વિભાગની પોલીસે દારૂ જુગાર જેવી ગેરકાયદેસરની પ્રવૃત્તિને ડામવા કમર કસી છે. દેત્રોજ પોલીસ સ્ટેશનના એ એન નીનામા પીએસઆઇ અરવિંદભાઈ થાવરાજી એ.એસ.આઇ અનુપસિંહ ,સિધ્ધરાજસિંહ, જયહિંદસિંહ, રણધીર સિંહ, પોલીસ કોન્સ્ટેબલ સહિતની ટીમે બાતમીને આધારે સુવાળા ગામના પટેલ બચુભાઈ શંકરભાઈના છાપરા પાસેની ખુલ્લી જગ્યામાં છાપો માર્યો હતો.
પાનના પત્તા પર પૈસાથી હાર-જીતનો જુગાર રમતા બચુભાઈ શંકરભાઈ પટેલ, જશવંતજી ચતુરજી ઠાકોર (બંને રહે સુંવાળા) જાલમસિંહ કનુભા ઝાલા, જીવણભાઈ દાનાભાઈ સોલંકી (બંને રહે ફતેપુરા) અને માધુભા બલુભા સોલંકી (રહે રાજપુરા)ને₹.10630ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા. દેત્રોજ પોલીસ દ્વારા દારૂ જુગાર જેવી બદીઓ સામે લાલ આંખ કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.