કામગીરી:કારોબારી ચેરમેનની રજુઆતથી તંત્ર દ્રારા આ માર્ગ ઉપર માટી મેટલ કરી રીપેરિંગ કરાયો

બોટાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખસની હાઇસ્કૂલનો માર્ગ તંત્ર દ્રારા રીપેરીંગ કરાયો

રાણપુર તાલુકાના ખસ ગામની હાઇસ્કુલ જવાના માર્ગે કાદવ કીચડ અને પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વિદ્યાર્થીઓને આ માર્ગે કાદવ કીચડમાથી પસાર થવું પડે છે જેના લીધે આ વિદ્યાર્થીઓના કપડા બગડે છે. રાણપુર તાલુકામાં આવેલ ખસ ગામની હાઈસ્કૂલમાં ખસ, બગડ અને રેફડા ગામના 360 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. આ હાઇસ્કૂલે જવાના માર્ગ ઉપર કાદવ, કીચડ અને પાણી ભરાઈ રહેતા હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ જવા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

વિદ્યાર્થીઓને આ ભરાયેલ પાણી અને કાદવમાંથી પસાર થતા યુનિફોર્મ પણ પલળી જાય છે અને કાદવ કીચડ વાળા બગડે છે તેમજ રોજે રોજ કેટલાય વિદ્યાર્થીઓ કાદવના લીધે લપટી જવાથી પડી પણ જાય જેના લીધે ક્યારેક તો વિદ્યાર્થીને ઘરે પાછું જવું પડે છે. જેના લીધે આ વિદ્યાર્થીઓને ભારે મુશેકલીનો સામનો કરવો પડી રહ્યો છે. બોટાદ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અને રાણપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બંને ખસ ગામના જ છે છતાં આ ગામની આવી આવદશા છે.

હાઇસ્કૂલે જવા માટે એક જ માર્ગ હોવાથી વિદ્યાર્થીઓને આ કાદવ કીચડ માથી પસાર થવું પડે છે આ સમાચાર દિવ્ય ભાસ્કરમા પ્રસિધ્ધ થતા જિલ્લા અને તાલુકા પંચાયત કારોબારી ચેરમેન દ્રારા તંત્રને રજુઆત કરતા તાત્કાલીક ધોરણે આ હાઈસ્કુલના રસ્તે માટી મેટલનુ કામ કરી આ રસ્તો વ્યવસ્થિત કરી દેવામા આવ્યો હતો જેને લઈ શાળાના પ્રિન્સિપાલ વનરાજસિંહ ચાવડા અને વિદ્યાર્થીઓના વાલીઓએ દિવ્યભાસ્કરનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...