• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • On The First Saturday Of The Month Of Shravan, The Devotees Felt Blessed By Decorating With The Fruits Of Bhatabhat, Seeing The Annakoot.

સાળંગપુર દાદાને ફળોનો શણગાર:શ્રાવણ માસના પહેલા શનિવારે કરાયો ભાતભાતના ફળોથી શણગાર, અન્નકૂટના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા

બોટાદ16 દિવસ પહેલા
  • દાદા દર્શને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
  • શ્રાવણ મહિનામાં અલગ-અલગ શણગાર સાથે દાદા જોવા મળશે
  • કષ્ટભંજન દેવના દિવ્ય દર્શન માટે દેશ-વિદેશથી લોકો અહીં આવે છે

બોટાદ જિલ્લાનું વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર હોય હનુમાનજી દાદાને વિવિધ ફળો સાથેનો અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ ફળોનો અન્નકૂટ દાદાને આજે ધરવામાં આવેલ હતું. દાદાના ફળો સાથેના ભવ્ય શણગાર વચ્ચે દાદાના દર્શન અલોકીક જોવા મળતા ભક્તોમાં પણ દાદાના આવા ફળોના શણગાર સાથેના દર્શન કરી ધન્યતા આભુવતા હોય તેવું જોવા મળ્યું.

કષ્ટભંજન દેવ મંદિર, સાંળગપુર
કષ્ટભંજન દેવ મંદિર, સાંળગપુર

શ્રાવણ મહિનામાં જોવા મળશે અલગ અલગ શણગાર સાથે દાદા
શ્રાવણ મહિનામા આવતા મંગળવાર તેમજ શનિવારના રોજ દાદાને ભવ્ય શણગાર સાથેના અન્નકૂટ દર્શનનો લાભ મળશે. દાદાના આ દિવ્ય દર્શન માટે દેશ અને વિદેશથી લોકો અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...