જાહેરનામું:બોટાદ જિલ્લામાં પરવાનગી વિના સરઘસ, રેલી કાઢી નહીં શકાય

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા,સરઘસ,રેલી વગર પરવાનગીએ કોઇ કાઢે નહીં તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.06/11/2022 ના રોજથી તા.20/11/2022 બંન્ને દિવસો સહિત સુધીની મુદત માટે કોઇપણ સભા,સરઘસ,રેલી માટે ઉક્ત મનાઇ હુકમ ફરમાવ્યો છે.ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યકિતઓને તેમજ સબંધિત તાલુકા એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવેલ લોકોને આ હુકમ લાગુ પડશે નહી.

મતદાન કરવા જનતાને ઈ-પ્રતિજ્ઞા લેવડાવાશે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ‘અવસર ઈ-પ્લેડ્જ કેમ્પેઈન’ શરૂ કરવામાં આવ્યુ છે. ચૂંટણીપંચ દ્વારા સર્વે મતદાતાઓ કોઈપણ જાતના ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને પ્રલોભિત થયા વિના, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરમાં જોડાય તે માટે ઈ-પ્રતિજ્ઞા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાઈ તે માટે સ્લીપ દ્વારા મતદાન જાગૃતિ અંગે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. ચૂંટણીપંચે મતદારો માટે https://chunavsetu.gujarat.gov.in/docs/epledge/epledge.aspx લીંક જાહેર કરી છે.આ લીંક ઉપર જઈને મતદારે પોતાનું નામ લખવાનું રહેશે. નામ લખ્યા બાદ મતદાર ઈ - પ્રતિજ્ઞાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...