ભારત સરકાર માન્ય 10 રૂપિયાનો ચલણી સિક્કો લીગલ ટેન્ડર છે. ભારતભરમાં થતાં કોઇપણ વ્યવહારો માટે તે કાયદેસર અને સ્વીકાર્ય છે. રીઝર્વ બેન્ક (RBI) અલગ અલગ થીમ, સાઇઝ અને ડિઝાઇનમાં 10 રૂપિયાના સિક્કા બહાર પાડે છે. તેથી લોકોમાં એવી ભ્રમણા પ્રવર્તે છે કે અમુક સિક્કાઓ નકલી છે અને અમુક અસલી. જેના કારણે છેલ્લા કેટલાંક સમયથી લોકો વ્યવહારમાં 10 રૂપિયાનો સિક્કો સ્વીકારતાં ખચકાવા લાગ્યા છે. જેના કારણે આ પ્રકારની અફવાઓનું બજાર વધારે ગરમ થયેલ જોવા મળે છે.
તેથી બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી અને ગ્રાહક સુરક્ષા અધિકારીએ જાહેર જનતાને જણાવ્યુ છે કે 10 રૂપિયાનો ચલણી સિક્કાને કોઇ વ્યવહારમાં સ્વીકારવાની ના પાડી શકાય નહી અને જો કોઇ વ્યક્તિ સ્વીકારવાની ના પાડે તો RBI ના નિયમો મુજબ ભારતીય દંડ સંહિતાની કલમ 124-એ હેઠળ રાજદ્રોહનો ગુનો તે ઇસમ વિરુદ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી શકાશે. સિક્કા જ નહીં પરંતુ કોઇ ભારતીય ચલણની નોટ પણ સ્વીકારવાની ના પાડે તો તેની સામે કેસ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.