સૂચના:બોટાદ જિલ્લામાં NFSA કાર્ડ ધારકો સ્વેચ્છાએ નામ કમી કરાવો

બોટાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયમર્યાદામાં નામ કમી કરાવવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી પુરવઠા અિધકારીની ચીમકી

બોટાદ જિલ્લામાં ઘણા રાશનધારકો એવા છે કે જેઓ સુખી સંપન્ન હોવા છતા NFSA રાશનકાર્ડ ધરાવે છે. આવા કાર્ડધારકોને સ્વેચ્છાએ નામ કમી કરાવવા બોટાદ જિલ્લા પુરવઠા અધિકારીએ સૂચના આપી છે. છતાં સયમમર્યાદામાં નામ કમી કરવામાં નહીં આવે તો તપાસ કરવામાં આશે અને તપાસ આર્થિક સુખાકારી હોવાના પુરાવા મળશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાશનકાર્ડમાં NFSA-2013 દ્વારા ગરીબોને વિતરણ કરવામાં આવતા મફત અનાજનો જથ્થો સુખી સંપન્ન લોકો લેતા હોવાથી ખરેખર પાત્રતા ધરાવતા કાર્ડધારકો વંચિત રહે છે.પાત્રતા ધરાવતા કાર્ડધારકો આ યોજનાનો લાભ લેવા પાત્ર નથી જે આ મુજબ છે. યાંત્રિક રીતે ચાલતું ચાર પૈડાવાળું વાહન ધરાવતા હોય, કુટુંબનો કોઈપણ સભ્ય કર્મચારી હોય, જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક રૂ. 10,000/-થી વધુ આવક ધરાવતો હોય, જે કુટુંબનો કોઈપણ સભ્ય આવકવેરો કે વ્યવસાય વેરો ચૂકવતો હોય, જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ, બે કે વધુ સીઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધરાવતું હોય,

જે કુટુંબ 7.5 એકર કે તેથી વધુ જમીન સાથે પીયત માટેનું સાધન ધારણ કરતું હોય, શહેરી વિસ્તારમાં ધાબાવાળું પાકું મકાન ધરાવતા હોય તેવા લોકોએ સ્વેચ્છાએ તા.30/06/22 સુધીમાં NFSA યોજના અંતર્ગત પોતાનું રાશનકાર્ડ આ યોજનામાંથી કમી કરાવવા માટે સંબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. સમયમર્યાદામાં નામ કમી કરાવવામાં નહીં આવે તો તા.1/7/22 પછી ઝુંબેશ ચલાવી તપાસ હાથ ધરવામાં આવશે.તપાસ દરમિયાન પકડાયેલા કાર્ડધારક પર યોગ્ય કાર્યવાહી તેમજ જરૂર જણાશે તો ફોજદારી કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી પી.એમ. રાઠોડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...