તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:પિતા-પુત્રની બોલાચાલીને લઇ પડોશીનો પુત્ર પર હુમલો

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બોટાદમાં આવેલા રાજીવનગરમાં રવિવારે રાતનો બનાવ
 • પડોશીએ તલવાર, લાકડાથી માર મારતા પોલીસ ફરિયાદ

બોટાદમાં આવેલ રાજીવનગરમાં પુત્ર ઘરે રાત્રે મોડા આવવા બાબતે પુત્ર અને પિતા વચ્ચે બોલાચાલી થતા તેમની સામે રહેતા પાડોસી કલ્પેશ નટુભાઈ ચૌહાણ અને જીતું નટુભાઈ ચૌહાણ બંને ભાઈઓને એમ લાગ્યું કે બાપ દીકરા અમોને ગાળો ગાળો આપે છે તેમ સમજી બંને ભાઈઓએ તલવાર અને લાકડાથી પુત્ર હુમલો કરતા ભાવનગર સર. ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં રાજીવનગરમાં રહેતા કમાભાઈ અલગોતરનો પુત્ર મહેન્દ્રભાઈ અલગોતર તા. 27/12/20 નાં રોજ રાત્રે 11.00 કલાકે બહારથી મોડો ઘરે આવ્યો હતો જેથી પિતા પુત્ર ઘરે મોડા આવવા બાબતે બોલાચાતી થઈ હતી.

આ ઘટના ધર્મીયાન કમાભાઈ અલગોતરની સામે રહેતા કલ્પેશ નટુભાઈ ચૌહાણ અને જીતું નટુભાઈ ચૌહાણ બંને ભાઈઓને એવું લાગ્યું હતું કે આ લોકો અમને ગાળો આપે છે જેને લઇ બંને ભાઈઓ લાકડી અને તલવારથી મહેન્દ્રભાઈ અલગોતર ઉપર હુમલો કરતા મહેન્દ્રભાઈને ઈજા પહોચતા ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવા અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રભાઈ કમાભાઈ અલગોતર ઉ.વ.35 વણકર રહે. રાજીવનગરવાળાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં જીતું નટુભાઈ ચૌહાણ અને કલ્પેશ નટુભાઈ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેકટર યાકુબભાઈ દરવડીયા ચલાવી રહ્યા છે. આ બનાવને લઇ વિસ્તારમાં ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો