ગોહિલવાડ:શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે ઉજવાશે નવરાત્રી મહોત્સવ

આયોજન22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોહિલવાડના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો નવરાત્રી મહોત્સવની સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કોરોના ગાઈડ લાઇન અનુસાર કરવામાં આવશે. નવરાત્રી ઉત્સવનો પ્રારંભ તા.7 ને ગુરુવારથી થશે. આ પ્રસંગે સવારે 11 કલાકે નિજ મંદિરેથી વાજતે ગાજતે માતાજીની આંગી માણેક ચોકમાં પધરાવામાં આવશે.

શ્રી બહુચરાજી મંદિર ભંડારિયાએ સૌરાષ્ટ્રના પ્રાચીન સ્થળોમાંનું એક પ્રસિદ્ધ સ્થળ છે. અહીં આસો સુદ નવરાત્રી ઉત્સવ ઉજવણીની આગવી પરંપરા રહી છે. જેમાં માણેક ચોકમાં આવેલ શક્તિ થિયેટરમાં સુશોભીત મંડપ શણગારીને નવ રાતના જાગ કરવા, રાસ-ગરબા, ભવાઈ, નાટકો ઇત્યાદી કાર્યક્રમો પરંપરાગત રાખવામાં આવેલ છે. આસો સુદ આઠમના અષ્ટમીનો હવન રાખવામાં આવેલ છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન ભૂંગળના સુમધુર સુરો સાથે સાયં આરતી દરરોજ સાંજના ભવ્ય રીતે થશે. ભંડારિયા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી ઉત્સવનું પરંપરાગત આયોજન થયું છે જેમાં મંદિરે આવનાર દરેક દર્શનાર્થીએ ફરજીયાત માસ્ક પહેરવુ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...