તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:બોટાદ જિલ્લામાં નેશનલ લોક અદાલત મુલતવી રખાઈ

બોટાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલની કોરોના વાઇરસની પરિસ્થિતિને લઇ નિર્ણય લેવાયો, 8મેના રોજ યોજાશે

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આગામી તા.10ના રોજ બોટાદ જિલ્લા ન્યાયાલય ખાતે તથા બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના વાઇરસ મહામારીને ધ્યાને લેઇ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ તરફથી મળેલ માર્ગદર્શન મુજબ આ તા.10ના રોજ યોજાનાર નેશનલ લોક અદાલત મુલતવી રાખવામાં આવી છે અને હવે પછી આ નેશનલ લોક અદાલત આગામી તા.8 મેના રોજ યોજાશે.

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
બોટાદ જિલ્લાનો એપ્રિલના માસનો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 22ના રોજ 11 કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી ખાતે યાજાશે. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણય રહેલા હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રોની રજુઆત કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો