• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Narmada's Neer Reached Other Villages Including Rajpara Through The Sauni Yojana In Botad; Villagers Congratulated Neer And Expressed Happiness

નર્મદા નીરના વધામણાં:બોટાદમાં સૌની યોજના મારફત રાજપરા સહિત અન્ય ગામોમાં નર્મદાના નીર પહોંચ્યાં; ગ્રામજનોએ નીરના વધામણાં કરી ખુશી વ્યક્ત કરી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં સિઝનના ઓછા વરસાદ સામે ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થતો હોવાના કારણે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સમાન યોજના સૌની યોજના મારફત જિલ્લાના તળાવ, ચેકડેમ તેમજ ડેમમાં પાણી આવતા ખેડૂતોમાં ચોક્કસ આનંદ અને ખુશી જોવા મળી હતી. સૌની યોજના મારફત રાજપરા ગામમાં પાણી પહોંચતા ગામ લોકો દ્વારા નર્મદાના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા.

નર્મદા નીરની પૂજા કરી વધામણા કર્યા
નર્મદા નીરની પૂજા કરી વધામણા કર્યા

ખેડૂતમાં ખુશીનો માહોલ
બોટાદ તાલુકાના સાલેયા, રાજપરા, જોટીંગડા અને હામાપર ગામ ખાતે સૌની યોજનાનું પાણી પહોંચતા ખેડૂતોમાં આનંદની ખુશી જોવા મળી રહી છે. કારણ કે જિલ્લામાં સિઝનનો ઓછો વરસાદ હોવાના કારણે ખેત ઉત્પાદન માટે પિયતની જરૂર હોય તે સમયે ખેડૂતોને સૌની યોજના મારફત પાણી મળી જતા ગામના આગેવાનો તેમજ ખેડૂતો દ્વારા નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...