કાર્યવાહી:નામ પાળિયાદ કેસ, બનેવીએ સાળાનું અપહરણ કરી છોડી દીધેલો ટેમ્પો જપ્ત

બોટાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડ્યા

બોટાદ તાલુકાના નાનાપાળિયાદ ગામના યુવકને તેના સગા બનેવીએ માર મારી અપહરણ કરી લાકડી અને ધારિયાના ઘા મારી હત્યા કરનાર બનેવી સહિત અન્ય એક ઇસમને બોટાદ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ તાલુકાના નાનાપાળીયાદ ગામે તા.26/4/22નાં રોજ વહેલી સવારે રણછોડભાઈ અરજણભાઈ ધોરિયાનું તેમનાં બનવીએ મિત્ર સહિત 4 જણાએ લાકડીથી માર મારી છકડો રીક્ષામાં અપહરણ કરી નાશી ગયા હતા. આ બનાવ બાબતે પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.

જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ દ્વારા તાત્કાલીક આરોપીઓની ધરપકડ કરવા સુચના કરવામાં આવી હતી. જેને લઈ પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુચના અને માર્ગદર્શન વિ.પો.અધિ. બોટાદ એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આરોપી અને ભોગ બનનારને પકડી પાડવા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી

જેમાં એલ.સી.બી.બોટાદ ના પો.ઇન્સ. એ.બી.દેવધાની ટીમ અને પાળીયાદ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.વાય.એ.ઝાલાની ટીમ અને સર્કલ પો.ઇન્સ. જે.બી.પંડીતની ટીમ દ્રારા અલગ-અલગ વિસ્તારમાં સર્ચ કરી બાતમીનાં આધારે હકીકત મેળવી આ કામના આરોપીઓ ભોગબનનારનું છકડો રીક્ષામાં અપહરણ કરી જે છકડો રીક્ષા રજી. GJ04V4920નો ચોટીલા આંણદપુર ચોકડી પાસે ગ્રાઉન્ડમાં મુકી નાશી ગયા હતા જે આધારે ગુપ્ત બાતમીનાં આધારે હકીકત મળેલ કે આ કામના આરોપીઓ મોરબી ખાતે એક કારખાનામાં રોકાયેલ છે. લાશની ઓળખ કરી તેનું પી.એમ. થવા કોલેજ ભાવનગર મોકલી ને આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...