હવામાન:રામપુરા સહિત પંથકમાં બીજા દિવસે પણ1 ઇંચથી વધુ વરસાદ

રામપુરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
રામપુરા પંથકમાં બીજા દિવસે પણ વરસાદ પડતા છનિયાર ગામે ચાલુ વીજ પ્રવાહના વાયર પડતા 4 ગાયના મોત થયા હતા. - Divya Bhaskar
રામપુરા પંથકમાં બીજા દિવસે પણ વરસાદ પડતા છનિયાર ગામે ચાલુ વીજ પ્રવાહના વાયર પડતા 4 ગાયના મોત થયા હતા.
  • છનિયાર ગામે ચાલુ વીજ પ્રવાહના વાયર પડતાં 4 ગાયનાં મોત

રામપુરા પંથકમાં બીજા દિવસે પણ બપોરના સમયે એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતરો પાણીથી ભરાયા હતા અને નીચાણવાળા રહેણાંકના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. બે દિવસ સતત ભારે વરસાદને કારણે તાજેતરમાં આવેલા એરંડા સહિત નુંબિયારણ ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

કેટલાક ખેડૂતોને વાવેતર બાકી છે ત્યારે ખેડૂતો જલ્દીથી વરાપ થાય તેની રાહ જોઈ રહ્યા છે. ત્યાં છેલ્લા બે દિવસથી વધુ વરસાદ પડતા ખેડૂત વર્ગ ચિંતામાં મુકાયો છે. છનિયાર ગામે ચાલુ વીજ વાયર ગાયો પર પડતા ચાર ગાયોના મોતથી પશુપાલકો અને જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવમાં પશુપાલક ભરવાડ સરતાનભાઈ ગફુરભાઈની 4 ગાયના મોત થયા છે જેની બજાર કિંમત ₹1,40,000 જેવી થાય છે.

અન્ય સમાચારો પણ છે...