તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:બોટાદ સબજેલમાં બહારથી આવેલા 2 શખ્સ પાસેથી મોબાઇલ મળી આવ્યો

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
બોટાદ સબજેલની તસવીર. - Divya Bhaskar
બોટાદ સબજેલની તસવીર.
 • બોટાદ જિલ્લા પોલીસ વડાએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતાં ભાંડો ફૂટ્યો
 • 2 કેદી પાસેથી તમાકુ, બીડી સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા ગુનો નોંધાયો

બોટાદ સબ જેલમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કેદીઓને મળવા આવેલા બે ઈસમો પાસેથી મોબાઈલ ફોન અને બે કદીઓ પાસેથી તમાકુ, બીડી અને રોકડ રકમ પોલીસે જપ્ત કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ પોલીસ સ્ટેશન સ્ટાફના વાય.એ.ઝાલા, રાજુભાઈ જાદવ, સંજયભાઈ અલગોતર વગેરે તા.4નાં રોજ સાંજે 5 કલાકે પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમિયાન બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા બોટાદ સબ જેલમાં સરપ્રાઈઝ વિઝીટ કરતા જેલમાં કુલ 6 આરોપીઓ હતા.

જેમાંથી બરવાળા પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી પૃથ્વીરાજ ઉર્ફે મુનાભાઈ પ્રવીણભાઈ ખાચરને મળવા માટે બળવંત ભૂપતભાઈ લાડોલા (ઉ.વ.42 રહે.બોટાદ) અને ભરતભાઈ દેવાયતભાઈ માલા (ઉ.વ.37 રહે.બોટાદ) બંને ખાનગી માણસો સબ જેલમાં ગેરકાયદેસર રીતે મળી આવ્યા હતા. આ બંનેને પોલીસે ચેક કરતા બંને પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. અને જેલમાં રહેલા આરોપીને પૃથ્વીરાજ ઉફ્રે મુના પ્રવીણભાઈને ખાચરને ચેક કરતા રોકડ રૂ.4040 અને પ્રેમજી સવજીભાઈ બામરોલિયા પાસથી રોકડ રૂ.400 અને તમાકુ, માવા, તમાકુ, માચીસ જેવી ચીજ વસ્તુઓ મળી આવી હતી.

આ અંગે બોટાદ પોલીસે બળવંત ભુપતભાઈ માલા (રહે. બોટાદ), ભરત દેવાયતભાઈ માલા (રહે.બોટાદ), પૃથ્વીરાજ ઉર્ફે મુના પ્રવીણભાઈ ખાચર (રહે. ચાચરીયા તા.બરવાળા) અને પ્રેમજી સવજીભાઈ બામરોલીયા (રહે. બોટાદ) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો