જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તી:બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુર પટેલની વર્ણી કરાઈ, કાર્યકરોમાં આનંદની લાગણી

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અરવિંદ વનાળીયા દ્વારા પ્રમુખ પદેથી રાજીનામું આપવામાં આવેલું હતુ. જેને લઇ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી દ્વારા બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે મયુર પટેલની વર્ણી કરવામાં આવી છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના હાલ તાલુકા પ્રમુખ તરીકેની જવાબદારી પર કામ કરતા અને રાણપુર તાલુકાના જ ચંદરવા ગામના રહેવાસી એવા મયુર પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારીપૂર્વક કામ કરતા હોય જેને લઇ પાર્ટી દ્વારા મયુર પટેલની બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપતા બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો તેમજ અલગ અલગ સેલ તેમજ મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ મહામંત્રી સહિતના કાર્યક્રમમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...