તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • Mass Marriages Of 61 Sons And Daughters Of All Castes Were Held In Dharpipla Village Of Ranpur Taluka Of Botad District.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમૂહલગ્ન:બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે સર્વજ્ઞાતિના 61 દિકરી-દિકરા ના સમૂહલગ્ન યોજાયા

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દાતાઓના સહયોગથી 73 કરતા વધુ વસ્તુઓ કન્યાઓને આણામાં આપવામાં આવી
 • સાધુ સંતો,આગેવાનો નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે દર વર્ષે પરંપરાગત બજરંગદાસ બાપાની તિથીવાર અને મઢુલીવાળા મહાદેવના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.જ્યારે આ ઉત્સવ દરમિયાન છેલ્લા પાંચ વર્ષથી સર્વજ્ઞાતિના ભવ્ય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

આજરોજ બજરંગદાસ બાપાની 15મી વાર તીથીની ઉજવણી તથા મઢુલીવાળા મહાદેવના ઉત્સવ પ્રસંગે સર્વજ્ઞાતીના 6 સમૂહલગ્ન યોજાયા હતા જેમાં 61 દિકરી-દિકરાના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે લિંબડી મોટા મંદીરના મહંત પુજ્ય લલિત કીશોરશરણજી મહારાજ, અમરધામ છલાળાના ભક્ત ભુષણ જનકસિંહ સાહેબ, દામનગરના મહંત પુજ્ય ભક્તગીરી માતાજી સહીતના સાધુ સંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતીમાં આ સમૂહલગ્ન યોજાયા હતા.

આ પ્રસંગે બાપા સીતારામ,શિવજીની અને હનુમાનદાદાની શોભાયાત્રા ધારપીપળા ગામમાં ફરી હતી. સમૂહ લગ્નનના મુખ્ય દાતા સિધ્ધરાજભાઈ જીવાભાઈ કળોતરા દ્રારા 1,11,111 રૂપિયા સમૂહ લગ્નમાં આપવામાં આવ્યા હતા. જ્યારે સમૂહ લગ્નમાં વિવિધ દાતાઓના સહયોગથી 61 કન્યાઓને 73 કરતા વધુ વસ્તુઓ આણા માં આપવામાં આવી હતી.

આ સમૂહલગ્નના ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં માણસો ધારપીપળા ગામે ઉમટી પડ્યા હતા. આ સમગ્ર ઉત્સવ અને સમૂહલગ્ન સમસ્ત ધારપીપળા ગામલોકો આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો