તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બોટાદ પાલિકાની જનતાને નિયમિત પાણી મળે તેમ કરો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત
  • પાણીની લાઇન અને ગટરનંુ બાકી રહેલંુ કામ પૂરંુ કરી નિયમિત પાણી આપવા ચૂંટાયેલા સભ્યની માંગ

બોટાદ શહેરની જનતાને નિયમીત પીવાનુ પાણી મળી રહે અને જે લોકોને પાણી લાઇનના કનેક્શન દેવાના બાકી છે અને બાકી રહેલ ગટરનુ કામ વહેલી તકે પુર્ણ કરી શહેરીજનોને નિયમીત પાણી અને અન્ય સુવિધા મળી રહે તેવી માંગ બોટાદ નગરપાલિકાના ભાજમાંથી ચુંટાયેલા સભ્ય દ્વારા ચીફ ઓફિસરને કરવામા આવી હતી.

બોટાદની જનતાને રોજ પીવાનું પાણી મળી રહે તે વ્યવસ્થા ચાલુ કરવા માટે ભાજપમાંથી ચૂંટાયેલા અલ્પા દિલીપ સાબવાની ભલામણથી બાહ્ય સંસ્થાઓ સાથે જોડાયેલ દિલીપ સાબવા, યોગેશ ડેલીવાળા, વિજય સોલંકી, મુના કુરેશી અને ચૂંટાયેલા સભ્ય અશોક કાકડીયાએ બોટાદ ચીફ ઓફીસરને રજુઆત કરી હતી કે બોટાદ શહેરના લોકોને પાણી મળે તેમજ જે વિસ્તારમાં પાણીના કનેક્શનનું જોડાણ લઈ લીધું છે તેમને પાણી અને જે લોકોના પાણીના કનેક્શન બાકી છે તે લોકોને વહેલી તકે પાણીના કનેક્શન આપવામા આવે. શહેરમાં કરોડો રૂપિયાના કર્ચે ગટર પાણીના કામ શરૂ છે પરંતુ થોડુ થોડુ કામ ઘણા સમયથી બાકી છે તે કામ પુરા કરાવી શહેરી જનોને સારી સુવિધા મળી રહે તે માટે લેખિત રજુઆત ન.પા.ના ભાજપમાંથી ચુંટાયેલા સભ્ય અલ્પા દિલીપભાઇ સાબવા દ્વારા ચીફ ઓફિસરને કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો