ધોલરા તાલુકાનું 2500ની વસ્તી ધરાવતું મહાદેવપુરા ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. નિયમિત પાણી ન મળતા આ ગામના લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે. ત્યારે ગામ લોકો ઈચ્છી રહ્યા છે કે રોગચાળો ફાટી નીકળે તે પહેલા નિયમિત પીવાનું પાણી તંત્ર દ્વારા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
અમદાવાદ જિલ્લાનાં ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામના લોકોને પીવાનું પાણી 10થી 12 દિવસે મળતું હોવાથી આ ગામના લોકોને પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ત્યારે ગામલોકો દ્વારા તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં નિયમિત પાણી ન મળતું હોવાથી ખાબોચીયાનું ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે.
આ ગામના તેમજ આજુબાજુનાં રાહતળાવ, ઝાંખી, ભાણગઢ, મિંગલપુર ગામના લોકોને આઠથી દસ દિવસે પાણી આવે છે તેથી ખાડા ખાબોચીયા કે જ્યાં પશુઓ પાણી પીવે છે એવું પાણી ગામજનો પીવા માટે ભરીને લઇ જતા હોય છે.
ગરમીમાં ટેન્કરની વ્યવસ્થા થઇ શકે તેમ નથી
પાણી પુરવઠા તંત્રને રજૂઆત કરી છે પરંતુ જ્યાં સુધી ગામલોકોને નિયમિત પીવાનું પાણી ન મળે ત્યાં સુધી રોજ 1 ટેન્કર પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવશે પરંતુ આવા ધોમધખતા તાપમાં 1 ટેન્કર પાણીની વ્યવસ્થા રોજ થઇ શેકે તેમ નથી > સુભાષભાઈ ગોહિલ, પ્રમુખ તાલુકા પંચાયત ધોલેરા
ગંદાં પાણીથી બાળકો બીમાર પડી રહ્યાં છે
અમારા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે તળાવમાં ખાડા ગાળી પીવાનું પાણી ભરવામાં આવે છે અને આ પાણી પીવી છીએ જેના લીધે બાળકો બીમાર પડે છે માટે કા પીવા માટે પાણી આપો નહિતર મરવા માટે દવા આપો.> સુબાબેન, સ્થાનિક રહીશ મહાદેવપુરા
રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોની
પાણીની સમસ્યાને લઇ વારંવાર રજુઆતો આવી છે. આ ગામડાના લોકોને 10 થી 12 દિવસે પાણી મળે છે તેથી આ લોકો ગંદુપાણી પીવે છે જેના લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.> છોટુભાઈ સંઘાણી, પૂર્વ પ્રમુખ ધોલેરા તાલુકા ભાજપ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.