તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Mahadevpura On The Coast Was Also Thirsty, With A Population Of 2500 People Getting Only 1 To 2 Hours Of Water In Trahimam

હાલાકી:દરિયાકાંઠે મહાદેવપુરા પણ તરસ્યા રહ્યા, 2500ની વસ્તી વચ્ચે માત્ર 1થી 2 કલાક પાણી મળતાં લોકો ત્રાહિમામ

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
એક બેડા પાણી માટે મહિલાઓને લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે. - Divya Bhaskar
એક બેડા પાણી માટે મહિલાઓને લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે.
  • ધોલેરા તાલુકાના ગામમાં 20-25 વર્ષથી તંત્રને રજૂઆત કરવા છતાં આજ સુધી સમસ્યા હલ થઇ નથી
  • ઘરમાંથી 2 વ્યક્તિ પાણી માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર

ધોલેરા તાલુકાના દરીયાકાઠાનું છેવાડાનંુ મહાદેવપુરા 2500ની વસ્તી ધરાવતુ ગામ આવેલુ છે આ ગામના લોકોની છેલ્લા 20 થી 25 વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે જે અંગે તંત્રને વારંવાર રજુઆતો કરવા છતા આજદિન સુધી આ સમસ્યાનો અંત આવ્યો નથી આ લોકોને હાલમા દિવસમા માત્ર 1 થી 2 કલાક જ પીવાનુ પાણી મળતુ હોવાથી અને તે પણ આખા દિવસમા કોઇપણ સમયે આવતુ હોવાથી ઘરમાંથી 2 વ્યક્તિઓએ પાણી ભરવા માટે દિવસ દરમિયાન લાઇનમા ઉભા રહેવુ પડે છે જેને લઇ ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે માટે વહેલી તકે આ સમસ્યાનુ નિરાકરણ તંત્ર દ્વારા લેવામા અવે તેવુ ગામલોકો ઇચ્છી રહ્યા છે.

ધોલેરા તાલુકાનુ છેવાડાનુ મહાદેવપુરા ગામ છે આ ગામને પીવાનુ પાણી 12 ગામ હેબતપુર જુની યોજના દ્વારા ભાણગઢ ગામના સંપ દ્વારા પંપીંગ કરી પુરૂ પાડવામા આવે છે પરંતુ હેબતપુરથી મહાદેવપુરા ગામ વચ્ચે રાજપુરા, ઝાંખી, મીંગલપુર ગામ આવે છે આ ગામમાં પાણી પુરતુ ભરાય પછી મહાદેવપુરા ગામને પાણી આપવામા આવતુ હોવાથી દિવસમા માત્ર 1 થી 2 કલાકજ પાણી આ ગામને મળે છે અને આ પાણી ગામના પાદરમા આવેલ ખુલ્લા હોજમા નાખવામા આવે છે અને આખુ ગામ આ હોજમાંથી પાણી સિંચીને ભરવાનુ હોવાથી ગામ આખુ આ સમયે પાણી ભરવા એકત્ર થતુ હોવાથી પાણી ભરવા બાબતે વારંવાર ઝગડાઓ પણ થતા હોય છે.

આમ આ ગામને માત્ર 1 થી 2 કલાક પાણી મળતુ હોવાથી ગામના લોકો પાણી વગર તરસ્યા રહે છે આ અંગે ગામના સરપંચ દ્વારા તંત્રને વારંવાર રજુઆતો કરવા છતા તંત્ર દ્વારા આજ દિન સુધી આ સમસ્યા હલ કરવામા આવી નથી માટે વહેલીતકે આ પાણીની સમસ્યા હલ કરવામા આવે તેવુ ગામ લોકો ઇચ્છી રહ્યા છે. હેબતપુરથી આવતુ આ પાણી ગામના પાદરમા આવેલ ખુલ્લા હોજમા પડે છે અને ત્યાંથી ગામલોકો સિંચીને પાણી ભરી જતા હોય છે આખુ ગામ આ ખુલ્લા હોજમાંથી પાણી ભરતા હોવાથી વારંવાર ઝગડાઓ પણ થતા હોય છે માત્ર 1 થી 2 કલાક પાણી આપતુ હોવાથી પાણી ભરવામા ભીડપણ બહુ થાય છે.

તાઉતે વાવાઝોડા દરમિયાન આ વિસ્તારમા 10 દિવસ સુધી લાઇટ ન હતી તેથી આ ગામને 10 દિવસ સુધી પાણી મળ્યુ ન હતુ 10 દિવસ બાદ લાઇટ શરૂ થતા આ ગામના લોકોને પીવાનુ પાણી મળ્યુ હતુ. સરકારની હરઘર નલ સે જલ યોજના અંતર્ગત વાસ્મો દ્વારા આ ગામનો સમાવેશ કરવામા આવ્યો છે. જેનો લોકફાળો 10% એટલે કે રૂપિયા 2 લાખ 10 હજાર ગામ લોકોએ ભરી દિધાને 3 મહીના થયા છતા હજીસુધી કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામા આવ્યુ નથી.

ગામના સરપંચ વિનુભાઇ ગોહીલે જણાવ્યુ હતુ કે અમારા ગામની પાણીની સમસ્યા વર્ષોથી છે અમો છેલ્લા 20 થી 30 વર્ષથી આ અંગે રજુઆત કરી છે જેમા મામલતદાર, પાણી પુરવઠા મંત્રીને રજુઆતો કરવામા આવી છે તેમ છતા આજદિન સુધી આ સમસ્યા હલ થઇ નથી. હવે લોકો તોબા પોકારી ઉઠ્યા છે અને આંદોલનનો માર્ગ અપનાવે તેમ ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...