તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને નુકશાન:ધોલેરાના ખેડૂતોની જમીનના દસ્તાવેજ બિનખેતીના ભાવ પ્રમાણે થતાં નુકસાની

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતીની જમીનનો દસ્તાવેજ બિનખેતી મુજબ કરતા ધોલેરાના પૂર્વ સરપંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ

ધોલેરા તાલુકાના ખેડૂતોની ખેતીની જમીન રેવન્યુ રેકર્ડમાં ખેતીની જમીન તરીકે ચાલે છે પરંતુ ખેડૂતોને વેચાણ દસ્તાવેજમાં સ્ટેમ્પ ડ્યુટી બિનખેતી પ્રમાણે લેવામાં આવતી હેવાની ખેડૂતોને નુકશાન થતું હોવાથી હેબતપુર ગામના પૂર્વ સરપંચ ફલજીભાઈ મેરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. આ રજુઆતમાં જાણાવ્યું હતું કે ધોલેરા એસ.આઈ.આર. (SIR)માં ખેડૂતોની જમીનોમાં હજુ સીધી એસ.આઈ.આર. (SIR)ની નોંધ પડી નથી ખેડૂતોને રેવન્યુ રેકર્ડમાં ખેતીની જમીનો ચાલે છે. પરંતુ ખેડૂતોને વેચાણ દસ્તાવેજમાં સ્ટેમ્પ ડ્યુટી બિનખેતી (N.A) પ્રમાણે વપરાવે છે. જેથી ખેડૂતોને ખુબ જ નાણાનો ખર્ચ થાય છે.

જે ખેડૂતોની ધોલેરા એસ.આઈ.આર. (SIR)માં વર્ષ.2009 બાદ જૂની શરતમાં ફેરવી છે તેવા ખેડૂતોને પ્રીમિયમ બિનખેતી પ્રમાણે ભરવાનું અને તોજ રેવન્યુ રેકર્ડમાં વેચાણ અને અન્ય નોંધ કરવાનું કહે છે અને ફરજ પાડવામાં આવે છે. મામલદાર અને પ્રાંત અધિકારીએ ખેતીની જમીન જૂની શરતમાં 2009 પછી ફેરવી છે અને તેમાં રેવન્યુ અધિકારીઓ ખેડૂતોને પ્રશ્નો ઉભા કરી તેમાં થયેલા વ્યવહારો બદલ નોટિસો આપે છે. અને નોંધો નામંજૂર કરી ખેડૂતોને હેરાન કરવામાં આવે છે.

સરકારની ખેડૂતલક્ષી નીતિ અને પરિપત્રોનો ખોટા અર્થઘટન કરી ધોલેરા તાલુકાના ખેડૂતોને અન્યાય થઇ રહ્યો હોવાથી ધોલેરા તાલુકાના હેબતપુર ગામના પૂર્વ સરપંચ ફલજીભાઈ મેરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી હતી. આ અંગે ધંધુકાનાં એડવોકેટ કૌશિકભાઈ રાવલે જણાવ્યું હતું કે ખેતીની બદલે વિનખેતીના ભાવો પ્રમાણે દસ્તાવેજ કરાવાય છે.

ધોલેરા SIRનો કોઈ સ્પેશ્યલ પરિપત્ર નથી. ખેડૂતોને 7/12 માં ખેતીની જમીન હોય જ્યાં સુધી 7/12માં બિનખેતી કે SIRની નોંધ ન થાય ત્યાં સુધી ખેતીનાં ભાવો ગણવા જોઈએ અને ગામડાઓની જૂની શરતની ખેતીની જમીનમાં ફેરવવા પ્રીમિયમ વસુલવાથી ખેડૂતોને નુકશાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...