બોટાદ કોંગ્રેસના ઉમેદવાર જાહેર:સ્થાનિક ઉમેદવાર રમેશ મેરની જાહેરાત કરાઈ, 15 હજારની લીડની આશા સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

બોટાદએક મહિનો પહેલા

બોટાદ 107 વિધાનસભા બેઠક પર રમેશ મેરના નામની કરાઈ જાહેરાત કરવામાં આવી છે. બોટાદમાં સ્થાનિક ઉમેદવારની માગ પૂર્ણ થતાં કાર્યકરો અને આગેવાનોમાં ખુશી હોવાનું રમેશ મેરે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, વર્ષોથી વિધાનસભા લડાવતો આવ્યો હોઈ રાજકિય અનુભવ છે એટલે ચોક્કસ વિશ્વાસ સાથે સારી લીડથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બોટાદ 107 વિધાનસભા બેઠક પર પ્રદેશ કોંગ્રેસ દ્વારા બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરના નામ પર મહોર લગાવવામાં આવી છે. બોટાદ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથે રમેશ મેરને ટિકિટ મળતા સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે રમેશ મેરે જણાવવામાં આવ્યુ હતુ કે, ઘણા વર્ષોથી વિધાનસભાના ઉમેદવારને અહીં થી ચૂંટણી લડાવતા હોય જેના કારણે ખૂબ સારો અનુભવ હોવાના કારણે શું શું કરવું જોઈએ તેમની પૂરતી માહિતી છે. તેમજ કાર્યકરોનો જે વિશ્વાસ છે, જેના કારણે ચોક્કસથી ખૂબ સારી લીડ સાથે જીત મેળવીશ. તેવી આશા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...