અચોક્કસ મુદતની હડતાલ:બોટાદમાં LIC એજન્ટો પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતર્યા; હાથમાં બેનરો લઈ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

બોટાદએક મહિનો પહેલા

લાઈફ ઈન્સ્યોરન્સ એજન્ટ ફેડરેશનના આદેશ અનુસાર આજે બોટાદ LIC કચેરી બહાર LIC એજન્ટોએ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. LIC એજન્ટોની પડતર માંગણીને લઈ ઉકેલ ન આવતા આજે બોટાદ LIC એજન્ટો દ્રારા હાથમાં બેનર રાખી સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો.

બોટાદ LIC એજન્ટો દ્રારા વિમાધારકોને જે મળવા પાત્ર લાભો છે તે તેમજ એજન્ટોની માંગણી મુજબના લાભો ન મળતા સમસ્યાનું નિરાકરણ અને માંગણી સ્વીકારમાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે તેવું LIC એજન્ટ હિંમત મકવાણા દ્રારા જણાવવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...