લઠ્ઠાકાંડ બાદ સરપંચ બોલ્યાં:હું દારૂડિયાઓને પકડી પોલીસ પાસે લઈ જતો, છતાં પોલીસ છોડી દેતી હતી, તંત્રને જે કરવું હોય તે કરે પણ હવે હું દારૂ સામે લડી લઈશ

19 દિવસ પહેલાલેખક: સારથી એમ. સાગર, કિશન પ્રજાપતિ
  • મેં 3 મહિના પહેલા અરજી કરી હતી: સરપંચ

ગઈકાલ સાંજથી બરવાળા તાલુકામાં લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. ત્યારે મૃતકોના પરિવારોના આક્રંદ વચ્ચે રોજિદ ગામમાં 5-5 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી. ત્યારે દિવ્યભાસ્કરે ગામના સરપંચ સાથે વાતચીત કરી હતી, જેમા તેઓએ ગામમાં ચાલી રહેલા દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરવા તેમજ રોજિદ સહિત સમગ્ર બરવાળા તાલુકામાં દેશી દારૂ વેચનાર સામે એક્શન લેવાની વાત કરી હતી.

સરપંચના પિતા સામે તપાસ શરૂ થશે: સૂત્રો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રોજીદના સરપંચ જીગરભાઈ પટેલના પિતા ધર્મેન્દ્રભાઈ જ બુટલેગરોને ધમકાવીને હપ્તા ઉઘરાવતાં હતાં. આ અગાઉ સરપંચના પિતા ધર્મેન્દ્રભાઈ સામે અગાઉ ખોટી ચલણી નોટ બાબતે ગુના દાખલ થયા હતા. ધર્મેન્દ્રભાઈ કોંગ્રેસના નેતા પણ છે. સોશિયલ મીડિયામાં ધર્મેન્દ્રભાઈનો એક કથિત ઓડિયો પણ વાઈરલ થયો છે. જેમાં તે 20 હજાર રુપિયાની લેતી દેતીની વાત પણ કરી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હવે પોલીસ ધર્મેન્દ્રભાઈ સામે તપાસ શરૂ કરી શકે છે.

બરવાડામાં દારુનો કોઈ કેસ જ લેતા ન હતા
સરપંચે જણાવ્યું કે, મેં 3 મહિના પહેલા અરજી કરી હતી. અરજીના નિકાલ બાબતે પોલીસ ખાલી અહીંયા આવે અને રાઉન્ડ મારીને જતી રહે. હું બતાવવા જઉં કે આ વ્યક્તિએ દારુ પિધો છે તો મને કહીંદે કે દારુ પીધેલો નથી. બરવાડા તાલુકામાં દારુનો કોઈ કેસ જ લેતા ન હતા.

કેટલાકના જમીન પર થયા અંતિમ સંસ્કાર
કેટલાકના જમીન પર થયા અંતિમ સંસ્કાર

મારા ગામમાં કદી દારુ નહીં વેચાય એ ગેરન્ટી મારી: સરપંચ
ગઈકાલે બોટાદ હોસ્પિટલથી મારા પર ફોન આવ્યો કે તમારા ગામમાંથી ઝેરી દારુ પિવાનો એક કેસ આવ્યો છે. તમે માત્ર ગામમાં જાણ કરો કે જેણે-જેણે દારુ પીધો છે તે તાત્કાલીક હોસ્પિટલ પહોંચી જાય. દેશી દારુ તો વર્ષોથી વેચાય છે. હું 99% મારા ગામમાં હવે દેશી દારુ નથી વેચાવા દેવાનો. ફરિયાદ આવે કે અહીં દારુ વેચાય છે તો પોલીસ આવીને માત્ર રાઉન્ડ મારીને જતી રહે અને કહીંદે કે અહીંયા દારુ વેચાતો નથી. હું પીધેલો પકડી રાખુ તો પણ પોલીસ કોઈ પણ તપાસ કર્યા વગર કહીં દે આ પીધેલો નથી. હું મારા ગામમાં હવે દારુ બંધ કરાવીને જ રહીશ અને માત્ર રોજિદા ગામમાં નહીં બરવાળા તાલુકામાં પણ જો દારુ પીતો મને દેખાશે તો હવે હું હાઈ લેવલે ફરિયાદ કરીશ.

એકસાથે 5ના અંતિમ સંસ્કાર થયા
એકસાથે 5ના અંતિમ સંસ્કાર થયા
ઘટના સ્થળે પોલીસનો કાફલો
ઘટના સ્થળે પોલીસનો કાફલો
અન્ય સમાચારો પણ છે...