તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:પાળીયાદની બણકલ ગૌ-શાળાની ગીર ગાય દૂધ ઉત્પાદનમાં અગ્રણી

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત રાજ્ય પશુપાલન ખાતા દ્વારા દૂધ ઉત્પાદન માટે યોજાયેલી હરીફાઈમાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું

ગુજરાત રાજ્ય પશુપાલન ખાતા દ્વારા દૂધ ઉત્પાદન હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં બોટાદ તાલુકાના પાળિયાદ ગામે આવેલ પ.પૂ.શ્રી વિસામણબાપુ ની જગ્યાની બણકલ ગૌ-શાળાની ગીર ગાય વર્ગમાં દૈનિક (24 કલાકમાં) 26.90 કિલો દૂધ ઉત્પાદન કરી રાજ્યકક્ષાએ તૃતીય કક્ષા સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિસામણબાપુની જગ્યા પાળીયાદમાં ગૌસેવા એ પ્રભુ સેવા જે વર્ષો થી ચાલતી આવે છે. પ.પૂ.શ્રી વિસામણબાપુ થી લઈ પ.પૂ.શ્રી નિર્મળાબા સુધી ગાયોનુ ખૂબ સારી રીતે સંવર્ધન થતુ આવ્યુ છે.

પણ જે અત્યારના આધુનિક સમય મા ટેકનોલોજી સાથે સંવર્ધન કરવા મા આવે છે અને હવે આ સમય મા પ.પૂ. શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદ ની બણકલ ગૌ-શાળા અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય મા નહી પણ ભારત દેશ મા આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. અને દેશભર માથી લોકો ગૌ-શાળા નુ પ્લાનીંગ , વ્યવસ્થાપન, ગૌ-શાળા ની સ્વચ્છતા જોવા આવે છે.

જેમા જગ્યા ના વ્યવસ્થાપક શ્રી ભયલુબાપુ ની ખૂબજ મહેનત છે જેમ ને ખુદ ગાયો પ્રત્યે પ્રેમ લાગણી રુચિ છે જેથી તે ગાયો નુ સંવર્ધન ખૂબજ સારી રીતે થાય છે પાળીયાદ ની બણકલ ગાયો ની વિશિષ્ટતા એ છે કે પ.પૂ.શ્રી વિસામણબાપુ પાસે બણકલ નામ ની એક ગાય હતી જેનુ સંવર્ધન થતાં અત્યારે 650 ગાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો