રસીનો શુભારંભ:બોટાદમાં ન્યુમોકોકલ કોંજુગેટ રસીનો શુભારંભ

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરી આરોગ્ય કેન્દ્ર બોટાદ-1માં પાલિકાના પ્રમુખ, ડીડીઓની ઉપસ્થિતિમાં આરંભ થયો

બોટાદ જિલ્લામાં સરકાર દ્વારા બુધવારથી બાળકોને ન્યુમોનિયા અને મગજના તાવથી બચાવતી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીન નો સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. 20/10/21નાં રોજ બોટાદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મમતા દિવસ સેશનમાં રસી આપીને સરકારશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે.

બોટાદ શહેરી વિસ્તારના શહેરી આરોગ્ય કેન્દ્ર બોટાદ-1માં નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ગઢડા શહેરી વિસ્તારમાં જિલ્લા આર.સી.એચ. અધિકારી અને માજી નગરપાલિકા પ્રમુખ, ગઢડા દ્વારા રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો જુદાં જુદાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ મેડીકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફ, આશા બહેનો અને લાભાર્થીઓ સાથે રહીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને જાહેર જનતામાં આ રસીકરણ નો 0થી 2 વર્ષના બાળકોને વધુને વધુ રસીકરણનો લાભ મળે તે માટે પ્રચાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...