સુવિધા:બોટાદમાં રત્ન કલાકારોને સહાયરૂપ ડાયમંડ હબ એપ્લિકેશનનો આરંભ

બોટાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રત્ન કલાકારો અને હીરાના કારખાના માલિકોને ખુબ ઉપયોગી એપ્લિકેશન બોટાદના હીરા બજારથી લોન્ચ કરવામાં આવી

હીરા ઉદ્યોગ ચલાવતા માલિકો અને રત્ન કલાકારો માટે ખુબજ ઉપયોગી એવી ડાયમંડ હબ એપ્લિકેશનનો બોટાદ હીરા બજાર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. હીરાના કારખાના ચલાવતા માલિકો અને રત્નકલાકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દેશ મા મોટા પ્રમાણમાં હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે.

તેમાં પણ ગુજરાત અને તેના શહેરો મુખ્ય ભૂમિકા ભજવે છે. ગુજરાતના એક જ સીટી સુરતમાં વિપુલ પ્રમાણમાં હીરા બનાવવામાં આવે છે. આટલા મોટા ઉદ્યોગની સંભાળ કરવી કાઈ સહેલી નથી હીરા ઉદ્યોગના કારખાના ચલાવતા માલિકો માટે સૌથી મોટી સમસ્યા એટલે હીરાના કારીગરો શોધવાની છે. આ સમસ્યાના નિરાકરણ માટે એચ.આર. ડેવલોપરના માલિક હસમુખભાઈ દુમાદ દ્વારા ડાયમંડ હબ નામની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

જેથી આ સમસ્યાનું સમાધાન હીરા ઉદ્યોગમાં આવશે અને ડિજિટલ ક્રાંતિની શરૂઆત થશે આ એપ્લિકેશન ના માધ્યમથી હીરાના કારખાનાના માલિકો કારીગરોનો સહેલાઇથી સંપર્ક કરી શકશે, અને કારીગરો ( રત્ન કલાકારો ) કારખાનેદાર માલિકોનો સરળતાથી સંપર્ક કરી શકશે. એ પણ કોઈ પણ પ્રકારના ખર્ચ કર્યા વગર કારણ કે આ એપ્લિકેશન ફ્રી માં કામ કરે છે.

આ એપ્લિકેશન ગુજરાત ભરમાં લોન્ચ થવાની છે ત્યારે તેની શુભ શરૂઆત બોટાદ જિલ્લાથી તા 10/ 01/ 2022ના કરવામાં આવી હતી .બોટાદનું હીરા ઉદ્યોગનું હબ એટલે હીરા બજારમાં આ એપ્લિકેશન લોન્ચિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હીરાના કારખાનાના માલિકો અને કામદારો હાજર રહ્યા હતા અને આ એપ્લિકેશનને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...