તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરૂઆત:બોટાદ જિલ્લામાં ઇમરજન્સી માટે 2 મોબાઈલ પશુવાનનો શુભારંભ

બોટાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પશુઓ માટે 1962 નંબર ડાયલ કરતા ઇમરજન્સિ સારવાર મળી શકશે

બોટાદ જિલ્લામાં 10 ગામદીઠ એક મોબાઇલ પશુવાનનો લોકાર્પણ કાર્યક્રમ 13 નવેમ્બરે બોટાદ જિલ્લા પંચાયત ખાતે પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમા યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગ્રામિણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તે માટે રાજયમાં હાલમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન પ્રભાગ દ્વારા કાર્યરત “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962”, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 108 ના સફળતાને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા “10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” અંતર્ગત બોટાદ જિલ્લામા 10 મોબાઇલ પશુવાનને ફાળવવામા આવી છે.

આ મોબાઇલ પશુવાન દ્વારા નક્કી કરેલા ગામોમાં વિનામુલ્યે આકસ્મિક સારવાર માટે 1962 નંબર પર ફોન કરી નક્કી કરેલા ગામોમાં ઘરે બેઠાં વિના મૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે. આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાત પશુચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે. બોટાદ જિલ્લામાં હાલ 5 મોબાઇલ પશુવાન કાર્યરત છે. 13 નવેમ્બરે સરવા અને ઝમરાળા અને રોહીશાળા ગામ માટે મોબાઈલ પશુ પશુવાન શરૂ કરવામાં આવતા કુલ – 7 મોબાઈલ પશુવાન કાર્યરત છે તેમજ હવે પછીના તબક્કામા કુલ 3 મોબાઇલ પશુવાન ફાળવવા આવશે..

આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ દ્વારા યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે તથા કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે. આ કાર્યક્રમમા જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, પૂર્વ જિલ્લા પંચયાત પ્રમુખ પ્રભાતભાઈ યાદવ, બોટાદ નગરપાલિક પ્રમુખ જેસીંગભાઈ લકુમ, વાલજીભાઈ, ચંદ્રકાંતભાઈ, છન્નાભાઈ, ઈશ્વરભાઈ સહિતના અગ્રણીઓ, સતિષભાઈની ટીમ તેમજ પશુપાલન વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો