ધરપકડ:બોટાદમાં પર્સ ચોરીના કેસમાં લાઠીદડનો યુવાન ઝડપાયો

બોટાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ રોકડ રકમ, આધાર કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે

બોટાદ એસ.સી.બી પોલીસના જણાવ્યા પ્રમાણે, બોટાદ એસ.પી. કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ફરિયાદી દશરથભાઈ દાનાભાઈ ઘાઘળ 16 માર્ચના બપોરના સમયે બોટાદ શાક માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા. ત્યારે એક અજાણ્યો માણસ તેમની સાથે ભટકાયેલ અને તેની સાથે એક મહિલા પણ હતી. જે બંને ફરિયાદી કર્મચારી સાથે બોલાચાલી કરી ફરિયાદીનું ધ્યાન ભટકાવી 5,000 રૂપિયા ભરેલ પાકીટ, આધાર કાર્ડ અને અન્ય કાગળો ચોરી કરી લઈ ગયાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

જેને લઇ બોટાદ પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરતા બોટાદ એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે લાઠીદડ ગામે રહેતા માનસંગભાઇ બાજુભાઇ જીલીયા તથા ચંપાબેન માનસંગભાઇ જીલીયા (પતિ,પત્ની) અવાર નવાર બોટાદ શાક માર્કેટમાં આવીને ખિસ્સા કાપે છે.

જેથી બોટાદ એલ. સી. બી. પોલીસે લાઠીદડ ગામે જઇ માનસંગભાઇ(દેવીપુજક) ઉંવ - 43 રહે, લાઠીદડ તા.જી.બોટાદવાળાને પકડી વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા આરોપી માનસંગભાઇએ આ ગુન્હો પોતે તથા પોતાના પત્નીએ સાથે મળીને કરેલ હોવાની હકીકત જણાવતા પોલીસે માનસંગભાઇને ઝડપી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રોકડ રૂ. 5,000 અને ફરિયાદીનું આધાર કાર્ડ રીકવર કરી આરોપીને આગળની કાર્યવાહી માટે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો. જ્યારે તેના પત્ની ચંપાબેન માનસંગભાઇ જીલીયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...