ફાયર વિભાગ એક્શન મોડમાં:બોટાદ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના અભાવે કાર્યવાહી; આદેશ્વરધામની 11 દુકાનો શીલ

બોટાદએક મહિનો પહેલા

બોટાદ શહેરમાં ફાઇર સેફ્ટી વિનાના અનેક શોપિંગ અને એપાર્ટમેન્ટ આવેલા છે. ત્યારે બોટાદ ફાયર વિભાગે શહેરમાં આવેલા કૃષ્ણસાગર તળાવ પાસે આદેશ્વરધામની 11 દુકાનો ફાયર સેફ્ટીના હોવાના કારણે શીલ મારતા ફફડાટ મચી જવા પામ્યો છે.

બોટાદ શહેર તેમજ જિલ્લામાં અનેક એવી દુકાનો, શોપિંગો અને એપાર્ટમેન્ટ આવેલા છે, કે જેમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો જ નથી. ત્યારે હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલો છે. કે ફાયર સેફ્ટી ના હોય તેવા એકમો સામે કડક પગલાં લેવામાં આવે. ત્યારે બોટાદ ફાયર વિભાગ દ્વારા આજરોજ બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવ સામે આવેલા આદેશ્વર ધામમાં ફાયર સેફ્ટી ન હોવાને કારણે ત્યાં આવેલી નીચે 12 પૈકી 11 દુકાનોને સીલ મારતા ફફડાટ મચી જવા પામ્યો છે. અહીંયા ફાઇર વિભાગે અનેકવાર ફાઇર સેફ્ટીને લઇ લેખીત અને મૌખિક નોટિસ અને જાણ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ ફાઇર સેફ્ટીના સાધનો ન મુકવામાં આવતા આખરે ફાયર વિભાગે આ દુકાનોને સિલ મારવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં શહેરમાં જ્યાં પણ ફાયર સેફ્ટીના સાધનો નથી. ત્યાં આવીજ કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...