તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:બોટાદ જિલ્લામાં કોરોના કહેર, વધુ 36 લોકો સંક્રમિત

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે 669 લોકોના સેમ્પલ લેવાયા હતા, 10ને સારવાર બાદ રજા અપાઇ

બોટાદ જિલ્લામાં તા. 10/5/21ના રોજ માત્ર 669 લોકોના સેમ્પલ લેવામા આવ્યા હતા જેમાથી 36 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જ્યારે 10 લોકો સારવાર બાદ સાજા થતા રજા આપવામા આવી હતી હાલમા જિલ્લામા કુલ 229 લોકો સારવાર લઇ રહયા છે.

બોટાદ જિલ્લામા છેલ્લા 24 કલાકમા 36 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જેમા બોટાદ શહેરમા બહાબલી સોસાયટી,સાળંગપુર રોડ, પાળીયાદ રોડ, હવેલી ચોક, પાંચપડા, શંકરપરા, લક્ષ્મીનારાયણ સોસાયટી, બોટાદ તાલુકાના ઝમરાળા, લાઠીદડ, રોહીશાળા, કુંભારા, ભાંભણ, બરવાળા શહેરમા વિહળનગર, બરવાળા તાલુકાના પોલારપુર, જુનાનાવડા, રાણપુર તાલુકાના રાજપરા, નાનીવાવડી, ઉમરાળા, દેવળીયા, ગઢડા તાલુકાના ટાટમ, ઢસા અને અનીડા ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા.

સોમવારે ફરી કેસમાં વધારો નોંધાયો હતો. જેમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા કરતાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી ગઇ છે. જોકે, સંક્રમિત દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હવે લોક જાગૃતીની જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...