બોટાદ જિલ્લાનાં ખોબા જેવાં ગામ લાખણકાની સરકારી પ્રાથમિક શાળાને જ્યાં વહે છે જ્ઞાનની એવી અવિરત ધારા જેનો લાભ મેળવતાં બાળકોએ આજે અનેક ક્ષેત્રે પોતાનું નામ પ્રસ્થાપિત કરી શાળાની યશકલગીમાં નવા સુવર્ણપીંચ્છ ઉમેર્યું છે. બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાની લાખકામ પ્રાથમિક શાળાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અહીંના લોકો આ શાળાના શિક્ષકોના વખાણ કરતાં થાકતી નથી. શાળાનાં શિક્ષકો દ્વારા બાળકોને ઔષધિઓ વિશે જાણકારી આપવા માટે શાળાનાં પ્રાંગણમાં જ ઔષધ બાગ તૈયાર કરાયું છે.
આ બાદમાં સરકારના પ્રોજેક્ટ અન્વયે કિચન ગાર્ડન પણ તૈયાર કરાયું છે. જેમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે જેનો ઉપયોગ મધ્યાહ્ન ભોજનમાં કરવામાં આવે છે. લાખકામ પ્રાથમિક શાળામાં પ્રત્યેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જેથી બાળકો દેશની ઉત્સવપ્રિય સંસ્કૃતિને જાણી શકે છે. ઉપરાંત શાળામાં સ્થાનિક રમતોત્સવ પણ યોજાય છે જેમાં સ્વદેશી મતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. સંગીત, અભિનયગીતનાં સવારે મનોરંજન સંગ જ્ઞાન પરવાનો પ્રયાસ આ શાળાનાં દરેક શિક્ષક અભિનય ગીતો અને સંગીતનાં સવારે બાળકોને રસ પડે તે રીતે ભણાવે છે. શાળાની દીવાલને દીવાલને ચિત્રો દ્વારા બાળકોને “ગમ્મત સાથે ગણતર અને મજા સાથે મર્મ” સમજાવવાનો પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતી બાળાઓને સ્વરક્ષણની તાલીમ આપવાનો પ્રોજેક્ટ અમલી છે જે અન્વયે લાખણકા પ્રાથમિક શાળાની ધો. 6 થી 8ની બાળાઓને ટ્રેનર દ્વારા કુસ્તી-કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે.
શાળા સમય બાદ પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા તેમજ નવોદયની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શાળા બાદના સમયમાં ભણાવવામાં આવે છે તેમજ ઘેર રાત્રે 8થી 10નાં સમયમાં વાંચન સમયે કોઇપણ મૂંઝવણ હોય તો શિક્ષકો દ્વારા તેમની મુશ્કેલી દૂર કરવામાં આવે છે. ગામનાં સરપંચ જોરસંગભાઈ વેળાએ જણાવ્યું હતું કે, શાળાનાં તમામ શિક્ષકોની કર્તવ્યપરાયણતા જોઇને ખૂબ પ્રસન્નતા અનુભવાય છે. ભણતર હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વચ્છતા હોય કે શિસ્ત આજે ગાંનું દરેક બાળક પ્રત્યેક બાબતમાં હોશિયાર બન્યું છે.
જેનો સંપૂર્ણ શ્રેય આ શિક્ષકોની ટીમને જાય છે. આ શાળામાં તો 600થી વધુ બાળકો માત્ર સાચવતા જ નથી પરંતુ શિક્ષિત અને દિક્ષિતા થઇ રહ્યાં છે જે માત્ર આ શિક્ષકો જ કરી શકે. શાળાનાં આચાર્ય નિલેશભાઇ રાઠોડે જણાવ્યું કે, તેઓ 7 વર્ષથી આ શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છે. શાળામાં 17 શિક્ષકો ફરજ બજાવે છે. સરકાર દ્વારા શાળાનાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શિક્ષકોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. અમારી શાળામાં સરકારના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો અમલી છે.
જેમકે, સ્વરક્ષણ તાલીમ, કિચન ગાર્ડન, ઔષધ બાગ વગેરે. બાળકોને પૌષ્ટિક મધ્યાહ્ન ભોજન મળે તેવી વ્યવસ્થા શાળામાં કરવામાં આવી છે. સરકાર દ્વારા શાળાને 4 સ્માર્ટ વર્ગો અપાયા છે. જ્ઞાન કુંજ પ્રોજેક્ટ દ્વારા બાળકો સરળતાથી અભ્યાસ કરી રહ્યાં છે. અમારી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેથી બાળકોને શાળાએ આવવું ગમે છે.
બાળકોને મોબાઇલ વ્યસનથી દૂર રાખવા શિક્ષકોનો નવતર પ્રયોગ
શાળાનાં બાળકોનું મોબાઇલ વ્યસન દૂર થાય તે માટે શિક્ષકો દ્વારા ઘેરેઘેર જઇને વાલી સંપર્ક કરવામાં આવે છે તેમજ શાળા બાદના સમયે વિદ્યાર્થીઓનાં ઘેર જઇને આકસ્મિક ચેકિંગ પણ કરવામાં આવે છે જેના પરિણામે આજે શાળાનાં 90% વિદ્યાર્થીઓ મોબાઇલથી દૂર છે અને ભણવામાં વધુ ધ્યાન આપી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.