તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બોટાદમાં કૃષ્ણસાગર તળાવના ફૂટપાથ પર ગાંડા બાવળોનું સામ્રાજ્ય

બોટાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરવાનું એક માત્ર સ્થળ હોવાથી લોકોને હાલાકી

બોટાદના પાળિયાદ રોડ એમ.ડી.સ્કૂલ પાસે આવેલ બોટાદ શહેરનું એકમાત્ર કૃષ્ણસાગર તળાવ કે જ્યાં શહેરીજનો દરરોજ સવાર સાંજ બંને ટાઈમે ચાલવા માટે નિયમિત જાય છે પરંતુ નગરપાલિકા દ્વારા આ સ્થળની સાફાઈ અને જળવણીનાં અભાવે આજે ફરવા લાયક જગ્યા ઉપર બાવળોએ સામ્રાજ્ય જમાવ્યું હોવાથી તંત્ર વહેલી તકે આ બાવળો દુર કરી આ જગ્યાનો વિકાસ કરે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

બોટાદની શોભા સમાન એકમાત્ર ફરવાનું સ્થળ એટલે સુંદર અને વિશાળ કૃષ્ણસાગર તળાવ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું આ નજરાણું બોટાદની શાન છે. આ તળાવની પાળ ઉપર જે વોકિંગ ટ્રેક છે તેના પર અગાઉ તંત્ર દ્વારા પેવર બ્લોક લગાવી સરસ બ્યુટીફિકેશન કરાયું હતું. પરંતુ હાલ આ જગ્યાની જળવણીનો અભાવ હોવાથી ત્યાં ગાંડા બાવળોનું સામ્રાજ્ય ફેલાયું છે આ ફૂટપાઠનાં અડધા ટ્રેક ઉપર બાવળો આવી ગયા છે. આ જગ્યાએ સવાર સાંજ મોટી સંખ્યામાં નગરજનો, સિનિયર સિટીઝનો ચાલવા માટે, સ્વાસ્થ્ય સુધારવા નિયમિત આવે છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ દોડવા આવે છે તેને ટ્રેક પર ફેલાયેલા ગાંડા બાવળ નડતર રૂપ થતા હોવાથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ બાવળો કાપી ટ્રેકને સંપૂર્ણ ખુલ્લો કરાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...