બરવાળા તાલુકાના ખાંભડા ગામના યુવકે લાઇસન્સ ન હોવા છતાં હથિયાર ધારણ કરી ફોટા પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં બરવાળા પોલીસે હાથિયાર ધારણ કરનાર ઇસમ અને જેના નામનું હથિયાર છે તે યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર vinod_zapdo_1 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક યુવકે હાથમાં બાર બોરનું હથિયાર સાથે પડાવેલા ફોટો અપલોડ કર્યા હતા. તપાસ કરતાં આ ફોટો ખાંભડા ખાતે રહેતા 28 વર્ષીય વિનુભાઈ મખાભાઈ ઝાપડાનો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઉપરાંત આ યુવક પાસે હથિયારનો પરવાનો ન હોવાનું પણ બહાર આવ્યું હતું.
આમ છતાં હથિયાર સાથેના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. પોલીસે વિનુ તથા પરવાનાવાળું પાકરક્ષણનું હથિયાર રાખનારા તેના પિતા મખાભાઈ રાજાભાઈ ઝાપડાને એસઓજી ટીમે ઝડપી લીધા હતા અને બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.