તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કેરાળા GIDCમાં સિક્યોરિટી ગાર્ડની હત્યા કરનારા 2 બોટાદથી ઝડપાયા

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધવા સાથે પ્રેમલગ્ન કરનારા ગાર્ડની અદાવતમાં છરીના 14 ઘા મારીને હત્યા કરાઇ હતી : બંને આરોપીએ હત્યા કર્યાની કબૂલાત કરી

બાવળા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને બોટાદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ એલ.સી.બી.પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એ.બી.દેવધા, સ્ટાફના અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા, ગોકુળભાઈ મનજીભાઇ ઉલ્વા, વનરાજભાઈ ડાયાભાઈ ડવ, ભાવેશભાઈ મુકેશભાઈ શાહ, ઋષિરાજસિંહ બાપાલાલસિંહ ગોહિલ, કૌશીકભાઇ પ્રવીણભાઇ જાની, કુલદીપસિંહ ભરતસિંહ વાઘેલા, રાજેશભાઈ રૂખડભાઈ ધરજીયા બોટાદ ટાઉન વિસ્તારમાં ગાડીમાં પેટ્રોલિંગમાં હતા અને તે દરમ્યાન બોટાદ પોલીસ સ્ટેશનના ગોકુલભાઈ મનજીભાઈ ઉલ્વા અને વનરાજભાઈ ડાયાભાઈ ડવ સંયુક્ત બાતમી હકિકત મળી હતી કે બાવળા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ બોટાદ સાળંગપુર રોડ દશ નંબરના ખુટા પાસે ઉભા છે.

જે હકીકતના આધારે બન્ને ઈસમોને પકડી પાડી જેમા નયન ઉર્ફે યોગેશભાઈ ઉર્ફે યોગો રાજુભાઈ ભાઠી (ઉ.વ.21 રહે-બોટાદ હિફલી સર્વોદય સ્કુલ પાસે), રાજેશભાઈ ઉર્ફે રાજુ લંગડો વિઠ્ઠલભાઈ રાણા (ઉ.વ.40 રહે-બોટાદ હરણકુઈ પોસ્ટ ઓફિસ પાસે)ને પકડી યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા તેઓએ બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કેરાલા જી.આઈ.ડી.સી.પ્લોટ નં-415 ઈ-કોલી વેસ્ટ મેનેજમેન્ટ પ્રા.લી ખાતે ગઈ તા-31/821ના રાત્રે 9.30 કલાકે આ નયનની માતા અને રાજેશની બહેન હંસાબેને જે જૂગરામ જે રહે-વાલથેરા તા.ધોળકા જી.અમદાવાદ વાળા સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાઝ રાખીને બંને ઈસમોએ જુગારામને છાતીના ભાગે તથા પેટના ભાગે છરીના ઘા મારીને નાસી ગયા હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...