• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Janada Villagers Presented To The Collector Demanding The Transfer Of The Principal, Alleging That The Principal Was Misbehaving And Bullying.

આચાર્યની બદલી માટે આવેદનપત્ર:જનડા ગ્રામલોકોએ આચાર્યની બદલીમી માગ સાથે કલેક્ટરને રજૂઆત કરી, આચાર્ય ગેરવર્તન તેમજ દાદાગીરી કરતા હોવાનું આક્ષેપ

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ જનડા ગામ જ્યાં પ્રાથમિક શાળામાં આશરે 450 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. છેલ્લા ઘણા સમયથી શાળાના આચાર્ય પ્રવિણસિંહ દ્વારા શાળામાં પોતાની મનમાની અને દાદાગીરી કરતા હોય તે પ્રમાણેના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા અને ગઈકાલથી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવેલુ છે. ગામ લોકોએ અનેકવાર આચાર્યની બદલીને લઈ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. જેના કારણે ગામ લોકોમાં રોષ છે. ગઈકાલે કરેલા શિક્ષણના બહિષ્કાર બાદ આજે મોટી સંખ્યામાં ગામ લોકો બોટાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે દોડી આવ્યા હતા અને રજૂઆત કરવામાં આવેલું અને વહેલી તકે આચાર્યની બદલી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

પરીક્ષા સમયે શિક્ષણનો બહિષ્કાર
હાલ સરકારી તેમજ ખાનગી સ્કૂલોમાં પરીક્ષા ચાલી રહી છે, તેવા સમયે જ ગામ લોકોએ પોતાના બાળકોને સ્કૂલે નહિં મોકલવાનો નિર્ણય લીધો છે. પરંતુ બે દિવસ થવા આવ્યા છતાં હજી સુધી જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીએ કોઈ કાર્યવાહી કરી નથી જાણે તેમને બાળકોના શિક્ષણને લઈ કઈ પડી જ ન હોઈ તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...